Fact Check: ડિજિટલ ઈન્ડિયા યોજના અંતર્ગત ટાવર લગાવીને મહિને 25 હજારની નોકરી મેળવો, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Fact Check: PIBની ફેક્ટ ટીમે આ વાયરલ મેસેજની તપાસ કરી અને જણાવ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. ડિજિટલ યોજના અંતર્ગત કોઈ ટાવર લગાવવામાં આવી રહ્યા નથી
Fact Check: સોશિયલ મીડિયામાં એક સમાચાર વાયરલ થયા છે. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 670 રૂપિયા રજિસ્ટ્રેશન ફીની ચુકવણી કરવામાં ડિજિટલ ઈન્ડિયા વાઈ-ફાઈ નેટવર્ક હેઠળ ટાવર લગાવવામાં આવી રહ્યા છે. આ વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે ટાવર લગાવવાના બદલામાં કાયમી નોકરી અને ભાડું આપવામાં આવશે. આ સાથે આ મેસેજમાં આ યોજનાનો લાભ લેવા માટે લોકો પાસેથી પૈસા માંગવામાં આવી રહ્યા છે.
ડિજિટલ ઈન્ડિયા'ના લેટરહેડ સાથે વાયરલ થઈ રહેલા કરારના પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે "આ પત્ર ડિજિટલ ઈન્ડિયા વાઈ-ફાઈ નેટવર્ક દ્વારા મોકલવામાં આવ્યો છે. આ મોબાઈલ ટાવર સ્થાપવા માટે તમારી જમીન સર્વેમાં છે. તેની સાથે 20 વર્ષનો કોન્ટ્રાક્ટ મળશે. આટલું જ નહીં, તમને મોબાઈલ ટાવરની જાળવણી માટે નોકરી મળશે. જેનો પગાર 25000 રૂપિયા પ્રતિ માસ હશે. આ માટે તમારે 10મું પાસ હોવું જરૂરી છે. આ પછી લોકોને અરજી ફી તરીકે 670 રૂપિયા જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
PIBની ફેક્ટ ટીમે આ વાયરલ મેસેજની તપાસ કરી અને જણાવ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. ડિજિટલ યોજના અંતર્ગત કોઈ ટાવર લગાવવામાં આવી રહ્યા નથી. PIBની ટીમે આ વાયરલ મેસેજનો સ્ક્રીન શોટ ટ્વીટ કરીને લોકોને તેનાથી બચવા માટે કહ્યું છે.
दावा : 670 रुपए देने पर केंद्र सरकार की डिजिटल इंडिया योजना के तहत टॉवर लगवाए जा रहे हैं। इसके बदले ₹25,000/माह और पक्की नौकरी भी मिलेगी। #PIBFactCheck
▶️यह दावा #फ़र्जी है।
▶️डिजिटल इंडिया योजना के तहत कोई टॉवर नहीं लगवाए जा रहे।
▶️ऐसी धोखाधड़ी से सावधान रहें। pic.twitter.com/WbzhzWSK16 — PIB Fact Check (@PIBFactCheck) February 15, 2022
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.