પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત નીકળી વિવિધ પદો પર ભરતી, 100 રૂપિયા છે રજિસ્ટ્રેશન ફી, જાણો શું છે હકીકત
કોરોના સમયમાં અનેક લોકોની નોકરી જતી રહી છે. આ દરમિયાન આમ આદમીને નોકરીની લાલચ આપીને ઠગવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે મોદી સરકારના નામ પર યુવાઓને ફસાવવામાં આવી રહ્યા છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટમાં લોકો માટે અનેક પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે. સરકાર પણ જરૂરિયાતમંદો અને ગરીબોની મદદ કરી રહી છે, અનેક એનજીઓ પણ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા અફવાભર્યા મેસેજ વાયરલ થઈ રહ્યા છે.
કોરોના સમયમાં અનેક લોકોની નોકરી જતી રહી છે. આ દરમિયાન આમ આદમીને નોકરીની લાલચ આપીને ઠગવામાં આવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે મોદી સરકારના નામ પર યુવાઓને ફસાવવામાં આવી રહ્યા છે. નોકરી આપવાના બહાને તેમની પાસેથી રજિસ્ટ્રેશન ફી પણ વસૂલવામાં આવી રહી છે. પીએમ રોજગાર યોજનાની નક્લી વેબસાઈટ બનાવીને છેતરપિંડી કરવામાં આવી રહી છે.
A website https://t.co/BhiNsvVCub is inviting applications for various posts and is asking for ₹100 as registration fee.#PIBFactCheck: This website and recruitment notification are #FAKE. Citizens are advised not to engage with such fraudulent websites. pic.twitter.com/NmQU5Vztvp
— PIB Fact Check (@PIBFactCheck) July 20, 2021
પીઆઈબી ફેક્ટ ચેકના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે વિવિધ પદો માટે અરજી https://pmrojgaaryojna.in ના માધ્યમથી મંગાવવામાં આવી રહી છે. આ માટે 100 રૂપિયા રજિસ્ટ્રેશન ફી છે. આ વેબસાઈટમાં પીએમ મોદીના ફોટાનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જે બાદ પીઆઈબીએ કહ્યું, વાયરલ મેસેજ ખોટો છે. પીઆઈબીએ સ્પષ્ટતા કરી કે, કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. નોકરીના નામે છેતરપિંડી થઈ રહી છે. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત અન્ય કોઈ વેબસાઇટ પર ક્લિક કરવાથી બચો.
પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.




















