(Source: ECI/ABP News/ABP Majha)
Factory Blast: પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 7 લોકોના મોત, મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
તેમણે કહ્યું હતું કે વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.
West Bengal Factory Blast: મંગળવારે (16 મે) પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગરામાં એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. પોલીસે આ માહિતી આપી હતી. આ બ્લાસ્ટ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. બીજેપી પ્રદેશ અધ્યક્ષે એગરા બ્લાસ્ટની NIA તપાસની માંગ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં આ ફેક્ટરી ચાલી રહી હતી તે ઘર ધરાશાયી થઈ ગયું હતુ.
#WATCH | Explosion in an illegal firecracker factory in Egra of East Midnapore has claimed seven lives#WestBengal pic.twitter.com/vrZ2mUCuV0
— ANI (@ANI) May 16, 2023
તેમણે કહ્યું હતું કે વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ એક ઘરની અંદર થયો જ્યાં ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગયા મહિને ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી છતાં અહીં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે એગરામાં એક ઘટના બની છે, તે ઓડિશા બોર્ડર પાસે છે. આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ચાર્જશીટ હતી. તેને જામીન મળી ગયા હતા. તેણે ફરીથી ગેરકાયદેસર રીતે ધંધો શરૂ કર્યો હતો. બે મહિના પહેલા ભાજપે તે ગ્રામ પંચાયત જીતી હતી. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા હતા. માલિક ઓરિસ્સા ભાગી ગયો છે. CIDને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તે કાયદો અને વ્યવસ્થા સાથે સંબંધિત નથી, તે એક ગેરકાયદેસર ફેક્ટરી છે.
"કેન્દ્રીય તપાસ સામે કોઈ વાંધો નથી"
તેમણે કહ્યું હતું કે અમે જોઈ રહ્યા છીએ કે આમાંથી કેટલી ગેરકાયદે ફેક્ટરીઓ છે. અમે મૃતકોને 2.5 લાખ રૂપિયા વળતર તરીકે આપીશું. એનઆઈએ-એનઆઈએની બૂમો પાડનારાઓ સામે મને કોઈ વાંધો નથી. NIA મારફતે ન્યાય મળે તો મને કેમ વાંધો હશે. અમે અમારી તપાસ શરૂ કરી છે. રાજકારણને આમાંથી દૂર રાખો અને પોલીસને તેમનું કામ કરવા દો. આ સમય રાજનીતિ કરવાનો નથી પરંતુ લોકોની મદદ કરવાનો છે. મને કોઈપણ કેન્દ્રીય તપાસ સામે કોઈ વાંધો નથી.
ભાજપે સવાલો ઉઠાવ્યા હતા
ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અંગે બીજેપી નેતા અગ્નિમિત્રા પોલે કહ્યું હતું કે કે પશ્ચિમ બંગાળમાં ઉદ્યોગની વાત કરીએ તો બધે જ બોમ્બ ફેક્ટરીઓ છે, કારણ કે જ્યારે પણ બ્લાસ્ટ થાય છે ત્યારે પહેલા ખબર પડે છે કે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, પરંતુ બાદમાં જ્યારે તપાસ થાય તો જાણવા મળે છે કે તે બોમ્બ બનાવવાની ફેક્ટરી હતી અને તેની કડીઓ અલ-કાયદા જેવા વિવિધ આતંકવાદી સંગઠનો સાથે છે. આ પહેલા અમે મેદિનીપુર, આસનસોલમાં પણ જોયું છે.