શોધખોળ કરો
Advertisement
સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદા પર લાગવ્યો પ્રતિબંઘ, ચાર સભ્યોની બનાવી કમિટી. સમીતિમાં કયા મેમ્બર સામેલ?
ત્રણ નવા કૃષિ કાયદાઓને પડકાર આપતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સતત બીજા દિવસે સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સાથે ખેડૂતો સાથે વાતચીત માટે 4 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. પરંતુ કમિટી બન્યા બાદ હવે સવાલ એ છે કે, શું ખેડૂત સંગઠન આ કમિટીની સાથે વાતચીત કરશે?
નવી દિલ્લી:સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન પર એક મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર હાલ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે કોર્ટ એક કમિટીની પણ રચના કરી છે. જેમાં ભારતીય કિશાન યુનિયનના પ્રેસિડન્ટ ભૂપિંદર માનસિંહ, ઇન્ટરનેશનલ પોલીસી હેડ ડો. પ્રમોદ જોશી, એગ્રિકલ્ચર ઇકોનોમિસ્ટ અશોક ગુલાટી, શેતકરી સંગઠનના અનિલ ધનવતનો સમાવેશ થાય છે. જો કે અહીં સવાલ થાય છે કે, શું આ કમિટી સાથે ખેડૂત સંગઠન વાતચીત કરશે? કારણ કે, ખેડૂત સંગઠને આ પહેલા પણ સ્પષ્ટ કર્યું છે કે, કાયદા પર પ્રતિબંધના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ પરંતુ હવે અમે કોઇ કમિટી સાથે વાતચીત નહીં કરીએ.
કોર્ટમાં શું થયું ?
આંદોલનકારીઓનું સમર્થન કરનાર વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, લોકોને રામલીલા મેદાનમાં જગ્યા મળવી જોઇએ. જ્યાં પ્રેસ અને મીડિયા પણ તેને જોઇ શકે, જો કે પ્રસાશન તેને દૂર જગ્યા આપવા માંગે છે. આ મુદે જસ્ટીસે જણાવ્યું કે રેલી માટે પ્રસાશનને અરજી આપવાની હોય છે. પોલીસ શરતો મૂકે છે અને પાલન ન થવાથી મંજૂરી રદ પણ થઇ શકે છે. જસ્ટીસે કોર્ટમાં પૂછ્યું હતું કે, શું આ મુદ્દે કોઇ અરજી અપાઇ હતી. જો કે વકીલ વિકાસ સિંહને આ મુદ્દે કોઇ જાણકારી ન હતી.
સુનાવણી દરમિયાન હરિશ સાલ્વેએ જણાવ્યું કે, આંદોલનમાં વૈંકૂવર સંગઠન સીખ ફોર જસ્ટિસના બેનર પણ દેખાય છે. જે અલગતાવાદી સંગઠન છે. જે અલગ ખાલિસ્તાન ઇચ્છે છે. આ મુદ્દે સીજેઆઇએ પૂછ્યું કે, શું તેને કોઇએ રેકોર્ડ કરી રાખ્યું છે. તો સોલિસીટરે જણાવ્યું કે, એક અરજીમાં ઉલ્લેખ છે. કોર્ટની કાર્યવાહીથી એ સંકેત ન જવો જોઇએ કે, ખોટા લોકોનું સમર્થન થઇ રહ્યું છે. સીજેઆઇએ કર્યું, અમે માત્ર સકારાત્મકતાનું જ સમર્થન કરીએ છીએ.
ભારતીય કિસાન યૂનિયનના વકીલે જણાવ્યું કે, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ આંદોલનમાં ભાગ નહીં લે, જેના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું કે,. અમે તમારા નિવેદનને રેકોર્ટ પર લઇ રહ્યાં છીએ. ખેડૂત સંગઠનના વકીલ દુષ્યંત દવે, ભૂષણ, ગોંજાલિવ્સિ સ્ક્રિન પર જોવા નથી મળતા. કાલે દવેએ જણાવ્યું હતું કે, સુનાવણી મુલતવી રાખવામાં આવે અને તે ખેડૂત સાથે વાત કરશે. જો કે ત્યારબાદ હરિશ સાલ્વેએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.લોકો સમાધાન નથી ઇચ્છતા. આ માટે કમિટી બનાવી દેવામાં આવે. જે લોકો સમાધાન ઇચ્છે છે કમિટી સાથે વાતચીત કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion