શોધખોળ કરો
Farmers Protests: 14 ડિસેમ્બરે અનશન પર બેસશે તમામ ખેડૂત સંગઠનના નેતાઓ
ખેડૂત નેતા કમલ પ્રીત સિંહ પન્નુએ એલાન કર્યું છે કે, તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને અધ્યક્ષ સ્ટેજ પર 14 તારીખે અનશન પર બેસશે.

નવી દિલ્હી: નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવને અસ્વીકાર કરતા ખેડૂતોએ દિલ્હી જયપુર અને દિલ્હી આગરા હાઈવને 12 ડિસેમ્બરથી બંધ કરવાનું એલાન કર્યું છે, જ્યારે બીજી તરફ ખેડૂતોએ દેશભરમાં તમામ ટોલ નાકા પર પણ ટોલ ફ્રી કરવાનું એલાન કર્યું છે. ખેડૂતોની માંગ છે કે, નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે. જ્યાં સુધી રદ ના કરવામાં આવે અમે પાછળ નહીં હટીએ.
ખેડૂત નેતા કમલ પ્રીત સિંહ પન્નુએ એલાન કર્યું છે કે, તમામ ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને અધ્યક્ષ સ્ટેજ પર 14 તારીખે અનશન પર બેસશે. સાથે જ તેમણે કહ્યું કે, અમે અમારી માતાઓ બહેનોને આ આંદોલનમાં સામેલ થવા માટે આહવાન કરીએ છીએ. તેમના રહેવાનું, રોકાવાની વ્યવસ્થા કર્યા બાદ અમે તેઓને આંદોલનમાં સામેલ કરીશું.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે, હું તમામ પોલિટિકલ પાર્ટીઓ પાસે માંગ કરું છું કે, તેઓએ ખેડૂતોને ભ્રમિત કરી અને તેમના ખબા પર એક આંદોલનનો રસ્તાને પ્રોપોગેટ કરવાની જગ્યાએ તે માઓવાદી- નક્સલ તાકાતોથી દેશને અવગત કરાવવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. સરકાર સાથે આર-પારની લડાઈ લડવાની એલાન કરી ચૂકેલા ખેડૂતો પાછળ હટવા તૈયાર નથી. અને પોતાના આંદોલનને વધુ તેજ કરવાનો નિર્ણય લીધો છે. તેની સાથે પંજાબ-હરિયાણા સહિત અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરાવ્યા બાદ અલગ અલગ રાજ્યોથી ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement