(Source: ECI/ABP News/ABP Majha)
Farmers Protest: ખેડૂતોએ સંસદ સુધી ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો, જાણો રાકેશ ટિકૈતે શું કહ્યું ?
ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા અંગેનું બિલ સંસદમાં રજૂ થયાના બે દિવસ અગાઉ ખેડૂતોએ મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતોએ સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવા અંગેનું બિલ સંસદમાં રજૂ થયાના બે દિવસ અગાઉ ખેડૂતોએ મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતોએ સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂત સંગઠનોએ આ નિર્ણય કૃષિ કાયદાઓને પરત ખેંચવાના નિર્ણય બાદ લીધો છે. કિસાન યુનિયનની બેઠકમાં આજે આ વાત પર નિર્ણય લેવાયો છે. બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાઇ હતી. દરમિયાન ખેડૂતોએ કહ્યું કે હાલમાં ખેડૂત પ્રસ્તાવિત સંસદ માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.
સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આગળની રણનીતિ માટે ચાર ડિસેમ્બરના રોજ બેઠક બોલાવાઇ છે. સંયુક્ત મોરચાએ પ્રેસ કોન્ફરન્સ કરી આ જાણકારી આપી હતી. નોંધનીય છે કે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આંદોલન ખત્મ કરીને ઘરે જવાની અપીલ કરી હતી. ખેડૂત સંગઠનોએ આ નિર્ણય કૃષિ કાયદાઓને પરત ખેંચવાના નિર્ણય બાદ લીધો છે. કિસાન યુનિયનની બેઠકમાં આજે આ વાત પર નિર્ણય લેવાયો છે. બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરાઇ હતી.
સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે કેન્દ્ર સરકારે MSPના મુદ્દે ખેડૂતો સાથે સીધી વાત કરવી જોઈએ. ટિકૈતે કહ્યું છે કે સરકાર અમારી સાથે વાત કરવા માંગતી નથી. તેમણે કહ્યું કે બધાની નજર MSP પર છે. કાનૂની કાયદો બનાવો. એક કમિટી બનાવવી જે આ વિવિધ બાબતોની તપાસ કરશે. બિયારણ બિલ, જંતુનાશક, આ સમિતિએ તેમના પર વાત કરવી જોઈએ.
આંદોલન દરમિયાન ખેડૂતોના મોત પર રાકેશ ટિકૈતે કહ્યું, "અમારા 750 ખેડૂતો શહીદ થયા છે, ભારત સરકારે તેના પર કોઈ જવાબ આપ્યો નથી, અમારી સામેના કેસ પર કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. લખીમપુરની ઘટના પર કોઈ જવાબ નથી." વારંવાર કહેતા હતા કે MSP પર બોલશો નહીં. ખેડૂતોની મોટાભાગની લૂંટ MSP પર થાય છે. ભારત સરકાર તેનાથી બચવા માંગે છે. આ અમારો મોટો મુદ્દો છે, પ્રાથમિક મુદ્દો છે. ભારત સરકાર MSP કાયદો ગેરંટી બનાવે.