શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડા ફરકાવવાના મામલે દિલ્હી પોલીસે નોંધ્યો દેશદ્રોહનો કેસ
દેશની રાજધાનીમાં 26મી જાન્યુઆરીના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઈ હતી. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લામાં ઘૂસી જઈને પોતાનો ધાર્મિક ઝડો ફરકાવ્યો હતો.
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવવા અને દંગો કરવાના આરોપમાં દિલ્હી પોલીસે દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે.
દેશની રાજધાનીમાં 26મી જાન્યુઆરીના દિવસે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા થઈ હતી. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લામાં ઘૂસી જઈને પોતાનો ધાર્મિક ઝડો ફરકાવ્યો હતો.
દિલ્હી પોલીસે ગણતંત્રના દિવસે થયેલી હિંસા મામલે અત્યાર સુધી 33 એફઆઈઆર નોંધી છે. જેમાં રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ અને મેધા પાટકર સહિત 37 ખેડૂત નેતાઓના નામ છે.
પોલીસે 44 લોકો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસામાં 394 પોલીસકર્મી ઘાયલ થયા હતા અને એક પ્રદર્શનકારીનું મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદ પર ખેડૂતો છેલ્લા બે મહિનાથી પ્રદર્શન કરી રહ્યાં છે અને આ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion