શોધખોળ કરો
Advertisement
ફાસ્ટૈગને લઈને કેંદ્ર સરકારે લોકોને આપી રાહત, હવે આ તારીખથી થશે ફરજિયાત
સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે જેમણે અત્યાર સુધી પોતાની ગાડી પર ફાસ્ટૈગ લગાવ્યું નથી.
નવી દિલ્હીઃ નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર 1 ડિસેમ્બર 2019થી ફાસ્ટૈગનો ઉપયોગને લઇને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા હવે 15 દિવસની લોકોને રાહત આપી છે. સરકારના નિર્ણય બાદ હવે 15 ડિસેમ્બર 2019થી ટોલ પ્લાઝા પરથી પસાર થનારા વાહનો માટે ફાસ્ટૈગ ફરજિયાત થશે. સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે જેમણે અત્યાર સુધી પોતાની ગાડી પર ફાસ્ટૈગ લગાવ્યું નથી. શુક્રવારે સાંજે પરિવહન મંત્રાલયે આ સંબંધમાં એક નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપી છે.
15 ડિસેમ્બરથી ટોલ પ્લાઝા પર રોકડ ટોલ ચુકવવાની સુવિધા ખતમ કરવામાં આવશે. ટોલ પર માત્ર ફાસ્ટેગથી ટોલ ચૂકવી શકાશે. હાલમાં એનએચઆઈના નેટવર્કમાં કુલ 537 ટોલ પ્લાઝા છે. જેમાં 17 ટોલ પ્લાઝાને છોડીને બાકીના ટોલ પ્લાઝાની લેન આગામી 30 નવેમ્બર સુધી ફાસ્ટેગથી સજ્જ થઈ જશે. સરકારને નક્કી કર્યું છે કે જેની ગાડી પર ફાસ્ટેગ નહીં હશે તેમણે ઇલેક્ટ્રોનિક ટોલ લેનમાં ઘૂસવા પર ડબલ ટોલ ચૂકવવો પડશે.Government of India: It has been decided that charging of double User Fee from vehicles which enter FASTag lane without FASTag will start from 15th December instead of 1st December.
— ANI (@ANI) November 29, 2019
ફાસ્ટૈગ ખરીદતી વખતે 150 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. પરંતુ તેને પ્રત્સાહન આપવા માટે એનએચઆઈ હાલમાં મફત આપશે. જો કે ફ્રિ ફાસ્ટૈગ માત્ર એનએચઆઈના પોઈન્ટ ઓફ સેલ પર મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion