શોધખોળ કરો
Advertisement
પુલવામા હુમલોઃ આતંકી આદિલ ડારના પિતાએ જવાનોની શહાદત પર શું કહ્યુ?
કાશ્મીરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સામેલ આતંકી આદિલ ડારના પિતાએ મીડિયા સામે આવ્યા હતા. પુલવામાં હુમલો કરનાર સુસાઇડ બોમ્બર આદિલ ડારના પરિવારજનોને 40 જવાનો શહીદ થયા તેનું દુખ છે. મીડિયા સાથેની વાતચીતમાં આદિલ ડારના પિતા ગુલામ હસન ડારે કહ્યું કે, તેમને ક્યારેય અંદાજ નહોતો કે તેમનો દીકરો આતંકવાદીઓ સામે જોડાઇ જશે. હસને કહ્યું કે, તેમના દીકરાને પથ્થરમારામાં કોઇ રસ નહોતો. તે ભારતીય ક્રિકેટ ટીમનો પ્રશંસક હતો અને દિવસમાં મજબૂરી કરી રહ્યો હતો અને સાથે અભ્યાસ પણ કરતો હતો.
હસને કહ્યું કે, તેમનો દીકરો પોતાના કાકાના દીકરા 21 વર્ષીય સમીર અહમદ ડાર સાથે ગયા વર્ષે 19 માર્ચના રોજ ઘર છોડીને ગયો હતો. અને આ અંગે પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારથી મારા દીકરાએ તેની માતાને એકવાર ફોન કર્યો હતો તેમના દીકરાએ હાયર સેકેન્ડરી પાર્ટ-2ની પરીક્ષા પાસ કરી હતી 2016માં તેમના દીકરાને પાડોશી ગામમાં ગોળી વાગી હતી. બાદમાં જાણવા મળ્યું કે આદિલ આતંકી સંગઠનમાં જોડાઇ ગયો છે. ત્યારબાદ સૈન્યએ ચાર વખત અમારા ઘરે દરોડા પાડ્યા છે. ભારતીય જવાનોના શહીદી પર હસને કહ્યું કે, અમે જવાનોની શહાદત પર શોક મનાવી રહ્યા છીએ. અમે કાશ્મીરીઓના રૂપમાં તેમનું દર્દ અનુભવી શકીએ છીએ. ભારતીય સૈન્ય અમારા ભાઇ છે.
આદિલ ડારના એક સંબંધી અબ્દુલ રાશિદે કહ્યું કે, કોઇ પણ વ્યક્તિ અન્યનો જીવ લેવામાં ખુશ કેવી રીતે હોઇ શકે છે. રાશિદે કહ્યું કે, આદિલે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો અને તે કંન્સ્ટ્રક્શનમાં ક્યારેક ક્યારેક કામ કરી લેતો હતો. ગયા વર્ષે તે પોતાના ભાઇ સમીર ડાર સાથે ગુમ થયો હતો. આદિલના પરિવારજનોએ ઓનલાઇન વીડિયો પોસ્ટ કરીને તેમના દીકરાને ઘર પાછો ફરવાની વિનંતી કરી હતી. આદિલ ગુલામ હસનનો બીજો દીકરો છે. હસન પુલવામામાં ઘરે-ઘરે જઇને કપડા વેચે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement