શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ બે બાળકોની હત્યા કરીને પિતાએ મેટ્રૉની આગળ કુદીને આત્મહત્યા કરી
માહિતી પ્રમાણે, પિતા મધુરે પહેલા 14 વર્ષની સમીક્ષા અને 6 વર્ષના શ્રેયાંસની ઘરમાં ગળુ દબાવીને હત્યા કરી. ત્યારબાદ પિતાએ મેટ્રો સ્ટેશન પર જઇને આત્મહત્યા કરી લીધી હતી
નવી દિલ્હીઃ દેશના રાજધાની દિલ્હીમાં એક વિચિત્ર ઘટના ઘટી છે. અહીં શાલીમાર બાગમાં એક પિતાએ પોતાના બે બાળકોનીની હત્યા કર્યા બાદ મેટ્રોની આગળ કુદીને આત્મહત્યા કરી લીધી છે.
માહિતી પ્રમાણે, પિતા મધુરે પહેલા 14 વર્ષની સમીક્ષા અને 6 વર્ષના શ્રેયાંસની ઘરમાં ગળુ દબાવીને હત્યા કરી. ત્યારબાદ પિતાએ મેટ્રો સ્ટેશન પર જઇને આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ અનુસાર, સાંજે 6.45 વાગે ઇસ્ટ શાલીમાર બાગ વિસ્તારમાં પીસીઆર કૉલ આવ્યો જેમાં જણાવવામાં આવ્યુ કે 'મધુરજીએ એક બચ્ચે કા મર્ડર કર દીયા હૈ' કૉલ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ઘરની અંદર 2 બાળકોની લાશો અલગ અલગ બેડ પર પડેલી હતી.
તપાસ દરમિયાન ખબર પડી કે બાળકોની માં માર્કેટમાં ગઇ હતી, જે ઘટના બાદ ઘરે પહોંચી પણ પિતા ફરાર હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી જેમાં મેટ્રૉ પોલીસે સમાચાર આપ્યા કે હત્યારા પિતા મધુરે હૈદર પુર મેટ્રૉ સ્ટેશન પર ચાલતી ટ્રેનની સામે કુદીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે બધી લાશોને પૉસ્ટમૉર્ટમ માટે મોકલી દીધી છે.
તપાસમાં સામે આવ્યુ કે, હત્યારા પિતાની રેગમાલની ફેક્ટરી હતી, જે 6 મહિનાથી બંધ પડી ગઇ હતી અને બાદમાં તે ડિપ્રેશનમાં આવી ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement