શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર નાણામંત્રીએ કહ્યું- ગંભીર મુદ્દો છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ચર્ચા કરે
નિર્મલા સીતારમણે કહ્યું કે, OPEC દેશોએ ઉત્પાદનનું જે અનુમાન લગાવ્યું હતું તે પણ નીચે આવવાની સંભાવના છે, જે ફરી ચિંતા વધારી રહ્યું છે. તેલની કિંમતો પર સરકારનું નિયંત્રણ નથી.
નવી દિલ્હી: પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો પર નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ એક ગંભીર મુદ્દો છે. જેમાં ભાવ આછો કર્યા સિવાય બીજો કોઈ જવાબ કોઈને સંતુષ્ટ કરી નહીં શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ગ્રાહકો માટે યોગ્ય સ્તરે રિટેલ ઈંધણના મૂલ્યમાં ઘટાડો લાવવા માટે ચર્ચા કરવી જોઈએ.
આ સિવાય તેમણે કહ્યું કે, OPEC દેશોએ ઉત્પાદનનું જે અનુમાન લગાવ્યું હતું તે પણ નીચે આવવાની સંભાવના છે, જે ફરી ચિંતા વધારી રહ્યું છે. તેલની કિંમતો પર સરકારનું નિયંત્રણ નથી, તેને તકનીકી રીતે મુક્ત કરી દેવામાં આવ્યું છે. તેલ કંપનીઓ કાચુ તેલ આયાત કરે છે, રિફાઈન કરીને વેચે છે.
ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રીની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. આ મુદ્દે વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાંધી રહ્યું છું. પેટ્રોલની કિંમત શનિવારે મુંબઈમાં 97 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે, જ્યારે ડિઝલના ભાવ 88 રૂપિયાની પાર પહોંચી ગયા છે.
સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા વધીને 90.58 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 37 પૈસા મોંધું થઈને 80.97 રૂપિયા થઈ ગયું છે. પેટ્રોલ ડીઝલની કિંતમાં આ વધારો સતત 12માં દિવસે અને આ મહિને 14મી વખત થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement