શોધખોળ કરો
Advertisement
મોદી સરકારે બે હજાર રૂપિયાની નોટો છાપવાનું બંધ કરવાનો કર્યો છે નિર્ણય ? જાણો નાણાં મંત્રીએ સંસદમાં શું કહ્યું ?
નાણા મંત્રાલયે બે હજાર રૂપિયાની નોટોને લઈને શનિવારે લોકસભામાં મહત્વની જાણકારી આપી હતી.
નવી દિલ્હી: નાણા મંત્રાલયે બે હજાર રૂપિયાની નોટોને લઈને શનિવારે લોકસભામાં મહત્વની જાણકારી આપી હતી. મંત્રાલયે નિ વેદન જાહેર કરીને જણાવ્યું કે, 2000 રૂપિયાની કરેન્સી નોટ છાપવાનું બંધ કરવાનો હજું સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે, સરકાર દ્વારા નોટોનું છાપકામ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પરામર્થથી કરવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે કે, પબ્લિકની માંગના આધાર પર સિસ્ટમમાં કરેન્સી નોટનું સંકલન જાળવી શકાય.
વર્ષ 2019-20 અને 2020-21 દરમિયાન, 2000 રૂપિયાની નોટો છાપવા માટે પ્રેસ સાથે કોઈ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, સરકારે બે હજાર ની બેન્ક નોટોની છપાઈ બંધ કરવાનો હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ સાથે અનુરાગ ઠાકુરે કહ્યું કે, 31 માર્ચ 2020 સુધી 32,910 નોટોની સરખામણીએ 31 માર્ચ 2019 સુધી 2 હજારની 27,398 નોટ ચલણમાં હતી.
દેશમાં બે હજાર રૂપિયાની નોટોને લઈને ઘણીવાર એવી વાતો થતી રહી છે કે હવે નોટો છાપવાનું બંધ કરી દીધું છે. તેના પર સરકાર તરફથી જાહેર કરેલી આ સ્પષ્ટતાથી આ વાતો પર પૂર્ણવિરામ લાગશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય રિઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડ રિઝર્વ બેન્ક માટે નોટ છાપવાનું કામ કરે છે.
આ પહેલા ફેબ્રુઆરીમાં દેશભરના એટીએમમાં બે હજાર રૂપિયાની નોટોના રેક હટાવવાના અહેવાલ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મહત્વની જાણકારી આપી હતી. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકાર દ્વારા બે હજાર રૂપિયાની નોટોના સર્કુલેશનને રોકવાનો આદેશ બેન્કોને આપવામાં આવ્યો નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement