શોધખોળ કરો
Advertisement
સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા પર ભેંસ ચોરીનો આરોપ, FIR દાખલ
એક શખ્સે બે ભેંસ અને બીજાએ એક ભેંસ ચોરી થવાની એફઆઇઆર દાખલ કરાવી છે. મામલામાં આઝમ ખાન સહિત 6 નામંકિત છે.
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઉત્તર પ્રદેશના રામપુરથી સાંસદ આઝમ ખાન પર હવે ભેંસ ચોરીનો આરોપ લાગ્યો છે. તેઓની વિરુદ્ધ રામપુરમાં ફિરયાદ દાખલ કરાવવામાં આવી છે. આઝમ ખાન વિરુદ્ધ બે લોકોએ એફઆઇઆર દાખલ કરાવી છે.
એક શખ્સે બે ભેંસ અને બીજાએ એક ભેંસ ચોરી થવાની એફઆઇઆર દાખલ કરાવી છે. મામલામાં આઝમ ખાન સહિત 6 નામંકિત છે. તો બીજી બાજુ 20 થી 30 અજાણ્યા વિરુદ્ધ ધારા 504, 506, 427, 395, 448 અને 492 હેઠળ કેસ દાખલ થયો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં ખુદ આઝમ ખાનની ભેંસો ચોરી થઇ ગઇ હતી. ત્યારે આ મામલો મીડિયા અને રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. પોલિસને પાંચ મહિના બાદ ભેંસ ચોરને શોધી કાઢ્યો હતો. જે વર્ષે આઝમ ખાનની ભેંસ ચોરી થઇ હતી એ દરમિયાન રાજ્યમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને અખિલેશ યાદવ મુખ્યમંત્રી હતા.
આ પહેલા બુધવારે આઝમ ખાન પર ચાલી રહેલા 29 જેટલા કેસોમં જિલ્લા કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આઝમ ખાન વિરુદ્ધ જમીન વિવાદ, લોક પ્રતિનિધિ અધિનિયમ અને બીજા અન્ય મામલામાં સેશન્શ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બોલિવૂડ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion