ગ્રેટર નોઈડા વેસ્ટના શોપિંગ મોલમાં લાગી આગ, લોકોએ જીવ બચાવવા ત્રીજા માળેથી માર્યા કુદકા
ગ્રેટર નોઈડા વેસ્ટ સ્થિત ગેલેક્સી પ્લાઝા નામના શોપિંગ મોલમાં ગુરુવારે બપોરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. પોતાનો જીવ બચાવવા લોકોએ કાચ તોડીને ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો.
Greater Noida News: દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડાના વેસ્ટ ગેલેક્સી પ્લાઝામાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે. આગ લાગતા જ ગેલેક્સી પ્લાઝામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોતાનો જીવ જોખમમાં જોઈને ઘણા લોકો ત્રીજા માળેથી કૂદી પડ્યા. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના વેસ્ટ કેલેક્સી પ્લાઝા બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગૌર સિટી વિસ્તારની છે.
Fire at galaxy Plaza in Noida extension. People had to jump off the building to save themselves. @noidapolice @cfonoida pic.twitter.com/nzzXoLjPyf
— Advitya (@advityabahlTOI) July 13, 2023
ગ્રેટર નોઈડા વેસ્ટના શોપિંગ મોલમાં લાગી આગ
મળતી માહિતી મુજબ ગ્રેટર નોઈડા ગેલેક્સી પ્લાઝામાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે. ગેલેક્સી પ્લાઝા ગ્રેટર નોઈડા વેસ્ટના ગૌર સિટી 1 ના એવન્યુ 1 માં આવેલું છે. આ આગ બિલ્ડિંગના ત્રીજા માળે લાગી છે. બિસરાખ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે. હજુ સુધી આગ પાછળનું મુખ્ય કારણ જાણવા મળ્યું નથી. આગની માહિતી મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો હજુ પણ આગ પર કાબૂ મેળવવા માટે કામ કરી રહ્યા છે.
Fire caught at Greater Noida's Galaxy Plaza. People jumped out from the Mall's building. #Fire #GreaterNoida #GalaxyPlaza #UttarPradesh #UP pic.twitter.com/6xBJgF9WAx
— anuj kumar singh (@sanuj42) July 13, 2023
આગની ઘટનામાં ઘણા ઘાયલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગ્રેટર નોઈડા ગેલેક્સી પ્લાઝામાં આગની ઘટના ગુરુવારે બપોરે બની છે. ગેલેક્સી પ્લાઝામાં આગ લાગ્યા બાદ લોકો ત્રીજા માળેથી કૂદવા લાગ્યા હતા. કેટલાક લોકો બારીઓ પર લટકતા પણ જોવા મળ્યા છે. Galaxy Plaza કેટલાક લોકો પાંચમા માળેથી કૂદતા પણ જોવા મળ્યા છે. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જણાવી દઈએ કે, એપ્રિલ 2023માં ગૌર સિટી 14 એવન્યુમાં પણ ભીષણ આગની ઘટના સામે આવી હતી. ત્યારે ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. તાજેતરના કિસ્સામાં પણ ફાયરના જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.