શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ કેશવપુરમ વિસ્તારમાં જૂતા બનાવનારી ફેક્ટરીમાં આગ, કોઇ જાનહાની નહીં
દિલ્હી ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યુ કે હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાની થયાના સમાચાર નથી, અને આગ લાગવાનુ કારણ પણ અકબંધ છે
નવી દિલ્હીઃ ઉત્તર પશ્ચિમ દિલ્હીના કેશવપુરમ વિસ્તારમાં મંગળવારે સવારે જૂતા બનાવનારી એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. દિલ્હી ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યુ કે હજુ સુધી આ ઘટનામાં કોઇ જાનહાની થયાના સમાચાર નથી, અને આગ લાગવાનુ કારણ પણ અકબંધ છે.
દિલ્હી ફાયર બ્રિગેડના નિદેશક અતુલ ગર્ગે જણાવ્યુ કે સવારે આઠ વાગેને 34 મિનીટે આગ લાગવાની માહિતી મળી, બાદમાં ફાયરની 23 ગાડીઓ ઘટના સ્થળે મોકલી દેવામાં આવી હતી. વળી બીજી એક ઘટનામાં દિલ્હીના દક્ષિણપૂર્વી વિસ્તારમાં તુગલકાબાદ ગામમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાથી 250 ઝૂંપડીઓ બળીને ખાખ થઇ ગઇ હતી.
તેમને જણાવ્યુ કે, આ સંબંધમાં રાત્રે 12 વાગેને 50 મિનીટ પર જાણકારી મળી હતી. બાદમાં ફાયરબ્રિગેડની 28 ગાડીઓને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી, અને આગ પર સવારે ત્રણ વાગેને 30 મિનીટ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામાં કોઇપણ નુકશાનીના સમાચાર નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion