શોધખોળ કરો

પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત

આંધ્ર પ્રદેશમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીમાં અકસ્માત, સીએમ ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું.

Anakapalli firecracker blast: મધ્યપ્રદેશ બાદ હવે આંધ્ર પ્રદેશમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં 8 કામદારોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ વિસ્ફોટ આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં થયો હતો, જેના કારણે ફેક્ટરી સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને રાહત કાર્યને ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલા ગામમાં રવિવારે બપોરે બન્યો હતો. ફેક્ટરીની અંદર અચાનક જોરદાર વિસ્ફોટ થવા લાગ્યા હતા. આ વિસ્ફોટોમાં ઘટનાસ્થળે જ 6 કામદારોના મોત થયા હતા, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ ઘટનાની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સાથે વાતચીત કરી હતી અને તેમને રાહત કાર્ય ઝડપથી શરૂ કરવા જણાવ્યું હતું. તેમણે ઘાયલ થયેલા તમામ કામદારોને યોગ્ય અને સારી સારવાર મળે તેની ખાતરી પણ આપી છે. રાજ્યના ગૃહમંત્રી અનિતા પણ આ ઘટના પર સતત નજર રાખી રહ્યા છે અને તેમણે ઘાયલ કામદારોને શ્રેષ્ઠ સારવાર આપવા સૂચના આપી છે. સાથે જ, તેમણે મૃતકોના પરિવારો અને ઘાયલોને આર્થિક સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપી છે.

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું અને ત્યારે જ ફેક્ટરીમાં રાખેલા ગનપાઉડરના ઢગલામાં આગ લાગી હતી, જેના કારણે એક પછી એક વિસ્ફોટ થવા લાગ્યા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની છત તૂટી પડી હતી અને કાટમાળ આસપાસના અડધા કિલોમીટર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સમયે ફેક્ટરીમાં 30થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. રાહત અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને 20થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હાલમાં પણ ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી કોઈ ફસાયેલું હોય તો તેને બહાર કાઢી શકાય. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીઓમાં આવા ગંભીર અકસ્માતો બન્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget