Russia Ukraine War: રોમાનિયાથી 219 ભારતીયોને લઈ વિમાન મુંબઈ પહોંચ્યું
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. યુક્રેનથી 219 મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ મહારાષ્ટ્રના મુંબઈમાં લેન્ડ થઈ છે.
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. યુક્રેનથી 219 મુસાફરોને લઈને પ્રથમ ફ્લાઈટ મહારાષ્ટ્રના મુંબઈમાં લેન્ડ થઈ છે. વિમાને આજે બપોરે રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો છે. અહીંથી બહાર નીકળવા માટે મુસાફરોએ કોવિડ-19ના રસીકરણનું સર્ટિફિકેટ અથવા RT-PCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે કરી વાત
રશિયા-યુક્રેનના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. યુક્રેનમાં દમ તોડતા અને દેશ છોડીના ભાગતાં લોકોની તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધીમાં એક લાખ લોકો યુક્રેન છોડીને પોલેન્ડમાં શરણાર્થી તરીકે પહોંચી ગયા છે. આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે.
વોલોડીમીર ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શું કરી વિનંતી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હોવાનો દાવો કર્યો છે. તેણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેણે પીએમ મોદી સાથે વાત કરી છે. યુક્રેન દ્વારા રશિયન સેનાને ભગાડવા ભારતને યુએનએસસીમાં રાજકીય સમર્થન આપવા તેમણએ વિનંતી કરી હતી.
યુક્રેનની મહિલા સાંસદે ઉપાડી બંદૂક
યુદ્ધ દરમિયાન યુક્રેનની મહિલા સાંસદે પણ હાથમાં હથિયાર ધારણ કર્યા છે. જેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.મહિલા સાસંદનું નામ કિરા રુડિક છે. તેણે બંદૂક ઉપાડતો ફોટો ટ્વીટ કરીને કહ્યું, હું બંદૂલ ચલાવવાની શીખી છું. હવે હથિયાર ઉઠાવવા જરૂરી થઈ ગયા છે, તે કોઈ સપના જેવું લાગે છે. થોડા દિવસ પહેલા મેં આ અંગે વિચાર્યું પણ નહોતું પરંતુ હવે યુક્રેનની મહિલાઓ પુરુષોની જેમ પોતાની મા-ભોમની રક્ષા કરી શકશે.