શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર પાસે છે આ 5 ખાસ અધિકારો, જે ભારતના અન્યો રાજ્યો પાસે નથી, જાણો વિગતે
14 મે, 1954એ બંધારણમાં અનુચ્છેદ 35એને જોડવામાં આવી જેનાથી જમ્મુ-કાશ્મીરને બીજા કેટલાક ખાસ અધિકારો મળ્યા, જે દેશના અન્ય રાજ્યોને નથી મળ્યા
નવી દિલ્હીઃ હાલ ભારતમાં 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, પણ એક રાજ્ય જમ્મુ-કાશ્મીર એવુ છે જેને ખાસ વિશેષાધિકારો છે. આ રાજ્યને પોતાની અનેક ખુબીઓ છે, પણ જમ્મુ-કાશ્મીરની બે વાતો તેને દેશના અન્ય રાજ્યોથી અલગ બનાવે છે. એક છે અનુચ્છેદ 370 અને બીજી છે અનુચ્છેદ 35એ.
1952માં થયેલા દિલ્હી એગ્રીમેન્ટ અનુસાર જમ્મુ-કાશ્મીર રાજ્યને ખાસ અધિકારો મળ્યા, ત્યારબાદ 14 મે, 1954એ બંધારણમાં અનુચ્છેદ 35એને જોડવામાં આવી જેનાથી જમ્મુ-કાશ્મીરને બીજા કેટલાક ખાસ અધિકારો મળ્યા, જે દેશના અન્ય રાજ્યોને નથી મળ્યા.
જમ્મુ-કાશ્મીરના પાંચ વિશેષાધિકાર......
1. ડબલ નાગરિકતા
જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ડબલ નાગરિકતા મળી છે. એટલે કે જમ્મુ-કાશ્મીરના લોકો જમ્મુ-કાશ્મીરના નાગરિક તો છે, સાથે સાથે તેઓ ભારતના પણ નાગરિક છે. એટલે કે દેશના અન્ય રાજ્યના લોકો જમ્મુ-કાશ્મીરના નાગરિક નથી બની શકતા, જમ્મુ-કાશ્મીરમાં જમીન નથી ખરીદી શકતા કે અન્ય કોઇ વ્યવહાર નથી કરી શકતા.
2. ઝંડો અને બંધારણ
જમ્મુ-કાશ્મીરને પોતાનો ખુદનો ઝંડો અને બંધારણ છે. આ દેશના બીજા કોઇ રાજ્ય પાસે નથી. જમ્મુ-કાશ્મીરએ 17 નવેમ્બર 1956માં પોતાનું બંધારણ બનાવ્યુ હતુ.
3. ઇમર્જન્સી નથી લગાવી શકાતી
જમ્મુ-કાશ્મીરને જે વિશેષાધિકાર મળ્યા છે, તે અંતર્ગત ત્યાં આર્થિક ઇમર્જન્સી નથી લગાવી શકાતી.
4. વિધાનસભાનો કાર્યકાળ
દેશની બધી વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાના કાર્યકાળ 6 વર્ષનો છે.
5. મતદાનનો અધિકાર
જમ્મુ-કાશ્મીરમાં મતદાનનો અધિકાર માત્ર ત્યાના સ્થાયી નાગરિકોનો જ છે. કોઇ બીજા રાજ્યના લોકો અહીં મતદાન નથી કરી શકતા. ચૂંટણીમાં ઉમેદવાર પણ નથી બની શકતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion