શોધખોળ કરો
Advertisement
Covid19: દેશના કુલ એક્ટિવ કેસમાંથી 62 ટકા કેસ આ પાંચ રાજ્યોમાં, જાણો વિગત
આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, દેશમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાંથી માત્ર 62 ટકા કેસ પાંચ રાજ્યોમાં છે. પાંચ રાજ્યોના કુલ સક્રિય કેસમાંથી માત્ર 25 ટકા કેસ મહારાષ્ટ્રના છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું, દેશમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાંથી માત્ર 62 ટકા કેસ પાંચ રાજ્યોમાં છે. પાંચ રાજ્યોના કુલ સક્રિય કેસમાંથી માત્ર 25 ટકા કેસ મહારાષ્ટ્રના છે. આ પાંચ રાજ્યો તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં કુલ સક્રિય કેસમાંથી 12 ટકા કેસ છે. કોરોનાથી થતાં મૃત્યુ વિશે વાત કરતાં મહારાષ્ટ્રમાં આ રોગચાળાને કારણે થયેલા કુલ મૃત્યુઓમાં થી 37 ટકા માત્ર મહારાષ્ટ્રમાં થયા છે. એટલું જ નહીં, પાંચ રાજ્યોમાં કોરોનાથી થતાં કુલ મૃત્યુનો 70 ટકા હિસ્સો નોંધવામાં આવ્યો છે. દેશમાં 8 લાખ 15 હજાર 538 એક્ટિવ કેસ છે, જે તમામ કેસના 21.16 ટકા જેટલા છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કર્ણાટકમાં 9.5 ટકા અને દિલ્હીમાં 50 ટકાની ઝડપે કોરોના કેસ વધી રહ્યા છે. આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે દિલ્હીમાં પણ કોરોના કેસની સંખ્યા વધી રહી છે. જો કે, સરકારે આર્થિક પ્રવૃત્તિઓ ખોલવા માટે વર્ગીકૃત અભિગમ અપનાવ્યો છે. હવે કેંદ્ર ફરીથી દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
દેશમાં કોરોના વાયરસનું ટેસ્ટિંગ સતત વધારવામાં આવી રહ્યું છે, જેથી કોરોનાથી સંક્રમિતોની જલ્દી ઓળખ થઈ શકે. ગઇકાલે બુધવારે એક દિવસમાં રેકોર્ડ 11 લાખ 72 હજાર 179 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 55 લાખ 09 હજાર 380 ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement