શોધખોળ કરો
Advertisement
કેરળ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પૂર, 200 લોકોના મોત, નવ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાન સહિત નવ રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યમાં ભીષણ પૂરની ચપેટમાં છે. પૂરની ચપેટમાં આવતા 200 જેટલા લોકોના મોત થઈ ચુક્યા છે અને લાખો લોકોને ઘર છોડવું પડ્યું છે. હવામાન વિભાગ અનુસાર કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેના કારણે સ્થિતિ વધુ બગડી શકે છે.
કેરળ ફરી એકવાર પૂરની ચપેટમાં છે. અહીં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે છેલ્લા ત્રણ દિવસોથી અનેક લોકોના મોત થયા છે. કેરળમાં ભારે વરસાદથી આ વર્ષે પણ પૂર જેવી સ્થિતિ છે. તેઓએ કહ્યું કે વાયનાડ અને મલપ્પુરમમાં ભૂસ્ખલનથી ઓછા ઓછા 40 લોકો ફસાયા હોવાની આશંકા છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
દે ધના ધન: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? આ રહ્યા લેટેસ્ટ આંકડા
કેરળમાં પાણી ભરાવાના કારણે અનેક રેલ્વે રદ્દ કરવામાં આવી છે સાથે કોચ્ચિ એરપોર્ટ પર લગબગ 60 ટકા હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે 11 ઓગસ્ટ સુધી બંધ છે. રાજ્યના 14 જિલ્લામાંથી નવ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તમામ શૈક્ષણિક સંસ્થા બંધ રાખવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યભરમાં 738 રાહત શિબિરોમાં 64 હજાર લોકો આશ્રય લઈ રહ્યાં છે. વાયનાડ લોકસભાના સાંસદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂરને લઈને પીએમ મોદી પાસે મદદ માંગી છે.
બીજી બાજુ મહારાષ્ટ્રના પાંચ જિલ્લા પૂરથી પ્રભાવિત છે. જેમાંથી બે લાખ 85 હજારથી વધુ લોકોને કાઢવામાં આવ્યા છે. કોલ્હાપુર અને સાંગલીમાં સૌખી ખરાબ સ્થિતિ છે. પૂરના કારણે મૃતકોની સંખ્યા 144 થઈ ગઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ, નૌસેના, તટરક્ષક દળની ટીમ કામ કરી રહી છે. કોલ્હાપુરમાં 34 રાહત દળ અને સાંગલીમાં 36 બાચવકાર્યની ટીમ કામ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion