Covid 19: ફ્લાઈટમાં યાત્રાનો સમય 2 કલાકથી ઓછો હશે તેને ભોજન નહીં મળે
કોરોના સંક્રમણની બેકાબૂ થતી સ્થિતિ વચ્ચે વિમાન મંત્રાલયે તેને કાબુ કરવાની દિશામાં મોટુ પગલું ભર્યું છે. હવે ફ્લાઇટમાં સફર કરનાર યાત્રી જેની યાત્રાનો સમય 2 કલાકથી ઓછો છે તેને ઉડાન દરમિયાન ફ્લાઇટમાં ભોજન મળશે નહીં.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બેકાબૂ થતી સ્થિતિ વચ્ચે વિમાન મંત્રાલયે તેને કાબુ કરવાની દિશામાં મોટુ પગલું ભર્યું છે. હવે ફ્લાઇટમાં સફર કરનાર યાત્રી જેની યાત્રાનો સમય 2 કલાકથી ઓછો છે તેને ઉડાન દરમિયાન ફ્લાઇટમાં ભોજન મળશે નહીં.
વિમાન મંત્રાલયે સોમવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેથી એરલાઇને ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવવાની મંજૂરી હશે નહીં જેની યાત્રાનો સમયગાળો બે કલાકથી ઓછો છે.
મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે, આ પ્રતિબંધ ગુરૂવારથી લાગૂ થશે. પાછલા વર્ષે કોરોના વાયરસ લોકડાઉન બાદ જ્યારે 25 મેથી ઘરેલૂ ઉડાન સેવાઓ શરૂ કરવામાં આવી હતી ત્યારે મંત્રાલયે કેટલીક શરતો હેઠળ વિમાનની અંદર ભોજન ઉપલબ્ધ કરાવવા એરલાઇનોને મંજૂરી આપી હતી.
પહેલાના આદેશમાં સુધારો કરતા મંત્રાલયે નવા નિર્દેશોમાં કહ્યું, 'ઘરેલૂ ક્ષેત્રોમાં વિમાનોનું પરિચાલન કરી રહેલી એરલાઇન કંપનીઓ ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે જ્યાં વિમાનની સફર બે કલાકથી વધુ હોય.' મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 અને તેના વિભિન્ન પ્રકારોના વધતા ખતરા પર વિચાર કરતા તેણે ઘરેલૂ ઉડાનોમાં સફર દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવાની સુવિધાની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લીધો છે.
દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈ હાહાકાર મચી ગયો છે. કોરોના રસીકરણ (Corona Vaccine) ઝડપથી થઈ રહ્યું હોવા છતાં જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતાની વાત છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
10 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 10 કરોડ 45 લાખ 28 હજાર 565 ડોઝ આપવામાં આવ્યા છે.