શોધખોળ કરો

Nupur Sharma: ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માને ફરી મળી ધમકી,કહ્યું- પૂજા કરનારાઓ ગજનવીનો સામનો કરવા માટે તૈયાર રહે

Nupur Sharma: છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે નુપુર શર્માને ધમકી આપવા બદલ અનેક ધરપકડ કરી છે. આ વખતે આપવામાં આવેલી ધમકીમાં મોદી સરકાર અને તેના ઘણા નેતાઓના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Nupur Sharma: છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે નુપુર શર્માને ધમકી આપવા બદલ અનેક ધરપકડ કરી છે. આ વખતે આપવામાં આવેલી ધમકીમાં મોદી સરકાર અને તેના ઘણા નેતાઓના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Nupur Sharma: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ નેતા નુપુર શર્માને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ઈસ્લામિક સ્ટેટ-ખુરાસને તેના અખબાર વોઈસ ઓફ ખુરાસાન(Voice of Khurasan) માં લખીને તેને ધમકી આપી હતી. તે પત્રમાં મોદી સરકાર અને તેના ઘણા નેતાઓના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પત્રના પેજ નંબર 25 પર ઘણા દેવી-દેવતાઓની પૂજા કરનારા ભારતીય રાજાઓને 'મહમુદ ગઝનવીનો સામનો કરવા તૈયાર રહો' શીર્ષકવાળા લેખમાં ધમકી આપવામાં આવી હતી.

અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે નુપુર શર્માને ધમકી આપવા બદલ ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. ગયા મહિને જ સુરત પોલીસે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના એક યુવકની ધરપકડ કરી હતી, જેણે નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે આરોપીનું નામ શહનાઝ ઉર્ફે અલી હતું, જે પાકિસ્તાની સંગઠન સાથે જોડાયેલો હતો.

સુરત પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મૌલવી સોહેલ અબુબકર તિમોલની પણ ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે તે પાકિસ્તાન અને નેપાળના લોકો સાથે શસ્ત્રો ખરીદવાનું કાવતરું રચતો હોવાનું જાણવા મળ્યું હતું.

પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું

ભાજપે નૂપુર શર્માને પયગંબર મોહમ્મદ વિશેની કથિત ટિપ્પણી બદલ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. પયગંબર મોહમ્મદ પર કથિત ટિપ્પણી બાદ આ સમગ્ર મામલાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધી ગયો હતો. ગલ્ફ દેશોએ નૂપુર શર્માની ટિપ્પણીની આકરી ટીકા કરી હતી અને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. તે સમયે કતાર, કુવૈત અને ઈરાને ભારતીય રાજદૂતને બોલાવ્યા હતા. જ્યારથી નુપુર શર્મા સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારથી તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ કેસમાં અલગ-અલગ જગ્યાએથી ઘણી ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, નુપુર શર્માએ એક ડિબેટ શો દરમિયાન કરેલી ટિપ્પણી પર ભારે વિવાદ થયો હતો. જે બાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી પણ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget