(Source: ECI/ABP News/ABP Majha)
Sharad Yadav Demise: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી પુષ્ટિ
Sharad Yadav passes away: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી પુષ્ટિ
Sharad Yadav passes away: પીઢ નેતા શરદ યાદવનું ગુરુવારે 75 વર્ષની વયે અવસાન થયું. તેમની પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેણે લખ્યું, 'પાપા હવે નથી રહ્યા.' યાદવ બિહારની મધેપુરા સીટથી ચાર વખત સાંસદ રહી ચૂક્યા છે.
Former Union Minister Sharad Yadav passes away, confirms his daughter through a Facebook post. pic.twitter.com/p56lUeqz7B
— ANI (@ANI) January 12, 2023
જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. તેમની પુત્રીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. શરદ યાદવે 75 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બિહારની રાજનીતિમાં એક અલગ ઓળખ ધરાવતા શરદ યાદવની વિદાયથી સૌ કોઈ શોકમાં ગરકાવ થઈ ગયા છે. તેમની સમાજવાદી રાજનીતિએ તેમને લોકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. પરંતુ હવે એ મહાન નેતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું.
पापा नहीं रहे 😭
— Subhashini Sharad Yadav (@Subhashini_12b) January 12, 2023
તેમણે વર્ષ 2016માં જેડીયુમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાની નવી પાર્ટી બનાવી. આ પછી તેમણે આ પાર્ટીને રાષ્ટ્રીય જનતા દળમાં ભેળવી દીધી. તેમની પુત્રી સુભાષિની કોંગ્રેસમાં છે.
PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક
PM Modi Security Breach: કર્ણાટકમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂંક સામે આવી છે. અહીં એક યુવકે PM મોદીને હાર પહેરાવવા માટે સુરક્ષા કવચ તોડીને પીએમ મોદીની કાર સુધી પહોંચી ગયો હતો. જો કે ત્યાર બાદ સુરક્ષા કર્મચારીઓ તાત્કાવિક આ યુવકને દૂર ખસેડી દીધો હતો. આ ઘટના હુબલ્લી પીએમ મોદીના રોડ-શો દરમિયાન બની હતી.
કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક વ્યક્તિ તેમની ખૂબ નજીક આવી ગયો. તે વ્યક્તિની નજીક આવ્યા બાદ સુરક્ષાકર્મીઓ સક્રિય થઈ ગયા અને તેઓએ તેને તરત જ હટાવી દીધો હતો. હાલ માટે, પોલીસ કમિશનરે કહ્યું છે કે, પીએમની સુરક્ષામાં કોઈ ક્ષતિ રહી નથી.
કર્ણાટકના હુબલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકની મોટી ઘટના સામે આવવાથી હડકંપ મચી ગયો છે. અહીં પીએમ મોદીના રોડ શો દરમિયાન અચાનક એક યુવક તેમની તરફ દોડે છે અને પીએમની ખૂબ નજીક પહોંચી જાય છે. વાસ્તવમાં, યુવક વડાપ્રધાનને ફૂલોની માળા આપવા માંગતો હતો, આ માટે તે વિચાર્યા વિના SPG કોર્ડન તોડીને પીએમ મોદી પાસે પહોંચ્યો. આ જોઈને SPG કમાન્ડો એક્શનમાં આવી ગયા અને યુવકને પીએમથી દૂર લઈ ગયા.
પીએમ મોદી કર્ણાટકના હુબલીમાં પોતાની કારમાં રોડ શોમાં ભાગ લઈ રહ્યા હતા, આ દરમિયાન વડાપ્રધાન કારનો દરવાજો ખોલીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા, પીએમ મોદી સાથે એસપીજી કોર્ડન ચાલી રહી હતી. એટલા માટે યુવક ઝડપથી માળા લઈને વડાપ્રધાન પાસે પહોંચે છે અને તેમને હાર પહેરાવવાનો પ્રયાસ કરે છે. જોકે એસપીજી કમાન્ડો તેને પીએમ સુધી પહોંચવા દેતા નથી.