શોધખોળ કરો
Advertisement
ત્રણ વર્ષમાં ત્રણ લાખ સરકારી નોકરીઓ આપી, 33 લાખ લોકોને રોજગારથી જોડ્યાઃ યોગી આદિત્યનાથ
આદિત્યનાથે કહ્યુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સરકાર સામે પડકાર હતો. સરકારના પ્રયાસોથી કાયદો વ્યવસ્થામાં સુધારો આવ્યો છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારને ત્રણ વર્ષ પુરા થઇ ગયા છે. આ અવસર પર મુખ્યમંત્રી આદિત્યનાથે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકારે ત્રણ વર્ષમાં ત્રણ લાખ લોકોને સરકારી નોકરી આપી છે અને 33 લાખથી વધુ લોકોને રોજગારી આપી છે.
આદિત્યનાથે કહ્યુ કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સરકાર સામે પડકાર હતો. સરકારના પ્રયાસોથી કાયદો વ્યવસ્થામાં સુધારો આવ્યો છે. રાજ્યની કાયદો વ્યવસ્થા સુધરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં એક પણ રમખાણ થયા નથી. એટલું જ નહી અન્ય ગુનાની ઘટનામાં ઘટાડો થયો છે. આ સાથે જ પોલીસને આધુનિક બનાવવામાં સરકારે ઘણુ કામ કર્યુ છે.
મુખ્યમંત્રી આદિત્યનાથે કહ્યુ કે, અમે રાજ્યની વિકાસની ગતિ વધારી છે. કુંભ મેળાનું આયોજન થયું જેમાં 24 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ઓડીઓપી યોજનાનું પ્રારંભ કરવાનું હોય કે, યુપી ઇન્વેસ્ટર સમિટ કાર્યક્રમ, ઇન્ટર સ્ટેટ કનેક્ટિવિટીનો કાર્યક્રમ, તમામ જિલ્લાને ફોર લેનમાં જોડવો. 11 એરપોર્ટ પર કામ થઇ રહ્યુ છે. જેવર એરપોર્ટને વૈશ્વિક સ્તર પર બનાવવાનું છે.
યોગીએ કહ્યુ કે, પૂર્વાચલ એક્સપ્રેસ વેમાં કામ પુરુ થઇ ચૂક્યું છે. આ વર્ષના અંતથી લોકો તેનો ઉપયોગ કરી શકશે. બુંદેલખંડ એક્સપ્રેસ આગામી વર્ષે ખુલશે. અમે ગંગા એક્સપ્રેસ વે પણ બનાવી રહ્યા છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion