શોધખોળ કરો
Advertisement
J&K: પુલવામામાં સેનાએ 4 આતંકીઓને ઠાર માર્યા, મોટા પ્રમાણમાં હથિયારો પણ મળ્યા
લસ્સીપોરાના એક ગામમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતું
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે, આતંકીઓ સાથેની અથડામણમાં સેનાએ લસ્સીપોરોમાં ચાર આતંકીઓને ઠાર માર્યા છે, અને ત્રણ એકે-47 જપ્ત કરી છે. હાલમાં આ વિસ્તારમાં પુરજોશથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
ગુરુવારે સાંજે લસ્સીપોરાના એક ગામમાં આતંકીઓ સંતાયેલા હોવાની બાતમી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ હતું, આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યુ અને અથડામણ શરૂ થઇ ગઇ હતી.
આતંકીઓમાંથી એકને ગુરુવારે ઠાર માર્યો હતો, વળી ત્રણ આતંકીઓને સવારે કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. પંજરન ગામમાં લસ્સીપોરા વિસ્તારમાં અથડામણ સ્થળથી શુક્રવારે હથિયારોનો મોટો જથ્થો અને મૃતદેહો મળી આવ્યા હતા. હાલમાં તેમની ઓળખ અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement