શોધખોળ કરો
J&Kમાં મોટી દૂર્ઘટના ટળી, ટ્રકમાં છુપાઇને આવેલા ચાર આતંકીઓને સેનાએ જંગલમાં જ ઠાર માર્યા, બે કલાક ચાલ્યુ સામ-સામે ફાયરિંગ
સુરક્ષાદળોએ દાવો કર્યો છે કે ચાર આતંકી ટ્રકમાં છુપાયેલા હતા અને ટ્રકમાં જ ટ્રકમાં તેમને ઠાર મારી દેવામાં આવ્યા છે. બન્ને બાજુથી કેટલાય રાઉન્ડ ફાયરિંગ થયુ હતુ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના નગરૌટામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર આતંકી ઠાર થયા છે. સવારે પાંચ વાગે અથડામણ શરૂ થઇ હતી, અત્યારે અથડામણ ખતમ થઇ ગઇ છે, અને ચાર આતંકીઓને ઠાર મારી દેવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ દાવો કર્યો છે કે ચાર આતંકી ટ્રકમાં છુપાયેલા હતા અને ટ્રકમાં જ ટ્રકમાં તેમને ઠાર મારી દેવામાં આવ્યા છે. બન્ને બાજુથી કેટલાય રાઉન્ડ ફાયરિંગ થયુ હતુ.
ટળી મોટી દૂર્ઘટના જાણકારી અનુસાર, ચારે આતંકી એક ટ્રકમાં સવાર હતા, જેવુ ફાયરિંગ શરૂ થયુ. સુરક્ષાદળોએ સક્રિયતા બતાવતા ટ્રકને ઘેરી લીધો અને આતંકીઓને ટ્રકની બહાર ના નીકળવા દીધા. કેમકે જંગલનો વિસ્તાર હતો, જો આતંકી ટ્રકમાંથી બહાર આવી જતા તો અથડામણ લાંબી ચાલતી. સુરક્ષાદળોની ચપળતાના કારણે આતંકીઓને ટ્રકની બહાર ના આવવા દીધા અને મોટી દૂર્ઘટના ટળી. ચારેય આતંકીઓને ઠાર મારવા સુરક્ષાદળો માટે આસાન ન હતુ, આતંકીઓની પાસે આધુનિક હથિયાર હતા, આતંકી સતત ધૂંઆધાર ફાયરિંગ કરી રહી હતાં, પરંતુ સુરક્ષાદળોએ બે કલાકની અંદર આતંકીઓને ઠાર કરીને ઓપરેશન પુરી કરી દીધુ હતુ.
ટળી મોટી દૂર્ઘટના જાણકારી અનુસાર, ચારે આતંકી એક ટ્રકમાં સવાર હતા, જેવુ ફાયરિંગ શરૂ થયુ. સુરક્ષાદળોએ સક્રિયતા બતાવતા ટ્રકને ઘેરી લીધો અને આતંકીઓને ટ્રકની બહાર ના નીકળવા દીધા. કેમકે જંગલનો વિસ્તાર હતો, જો આતંકી ટ્રકમાંથી બહાર આવી જતા તો અથડામણ લાંબી ચાલતી. સુરક્ષાદળોની ચપળતાના કારણે આતંકીઓને ટ્રકની બહાર ના આવવા દીધા અને મોટી દૂર્ઘટના ટળી. ચારેય આતંકીઓને ઠાર મારવા સુરક્ષાદળો માટે આસાન ન હતુ, આતંકીઓની પાસે આધુનિક હથિયાર હતા, આતંકી સતત ધૂંઆધાર ફાયરિંગ કરી રહી હતાં, પરંતુ સુરક્ષાદળોએ બે કલાકની અંદર આતંકીઓને ઠાર કરીને ઓપરેશન પુરી કરી દીધુ હતુ. વધુ વાંચો





















