શોધખોળ કરો

Manipur Violence: મણિપુરમાં ફરી હિંસા, ટોળાએ IRB ચોકીઓ પર હુમલો કરી લૂંટ્યા હથિયાર

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે

મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે. રાજ્યમાં બિષ્ણુપુર સહિત અનેક સ્થળોએ ફાયરિંગ બાદ સ્થિતિ તંગ બની ગઈ છે. બેકાબૂ ભીડ અને સુરક્ષા જવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું છે. મણિપુર પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ સાત ગેરકાયદેસર બંકરોને નષ્ટ કર્યા હતા.

માહિતી અનુસાર, બેકાબૂ ટોળાએ બિષ્ણુપુર જિલ્લામાં બીજા IRB યુનિટની પોસ્ટ પર હુમલો કર્યો અને દારૂગોળા સહિત ઘણા હથિયારો લૂંટી લીધા. મણિપુર પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ મણિપુર રાઈફલ્સની બીજી અને 7TU બટાલિયનમાંથી હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ હુમલાખોરોને ભગાડી દીધા હતા.

સુરક્ષા દળો અને ટોળા વચ્ચે ગોળીબાર

આ દરમિયાન સશસ્ત્ર દળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબાર પણ થયો હતો, જેમાં ઘણા સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ પણ હુમલાખોરો સામે જવાબી કાર્યવાહી કરી હતી. મણિપુર પોલીસનું કહેવું છે કે સ્થિતિ ફરીથી બેકાબૂ બની ગઈ છે. હથિયારો અને દારૂગોળો લૂંટવામાં આવ્યો છે.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા

આ પહેલા ગુરુવારે સાંજે બિષ્ણુપુરમાં સુરક્ષા દળો અને ટોળા વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ હવામાં ફાયરિંગની સાથે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ સાથે મણિપુરના ઇમ્ફાલ અને પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં કર્ફ્યુમાં આપવામાં આવેલી છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે.

બિષ્ણુપુરમાં બફર ઝોન બનાવવામાં આવ્યો છે

વાસ્તવમાં બિષ્ણુપુરમાં બફર ઝોન બનાવવામાં આવ્યો છે, મૈતેઇનો વિરોધ કરી રહેલી મહિલાઓ તે બફર ઝોનને પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન આસામ રાઈફલ્સે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. સશસ્ત્ર દળોએ પહેલા મરચાંનો છંટકાવ કરીને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ શાંત થઈ નહીં. આ પછી સુરક્ષા દળોએ હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું

મણિપુરમાં 3 મેના રોજ પ્રથમ વખત હિંસા થઈ હતી

સૌપ્રથમ મણિપુરમાં 3 મેના રોજ હિંસા શરૂ થઈ હતી. મૈતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST)માં સમાવવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મણિપુરમાં પ્રથમ વખત જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી. હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મૈતેઇ સમુદાયનો હિસ્સો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. કુકી અને નાગા સમુદાયની વસ્તી 40 ટકાથી વધુ છે. આ લોકો પહાડી જિલ્લાઓમાં રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget