શોધખોળ કરો

G20 Summit Schedule : 7 સપ્ટેમ્બરે દિલ્હી આવશે બાઇડન, G-20 નેતાઓનું વડાપ્રધાન મોદી કરશે સ્વાગત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

G20 Summit Schedule : સમિટને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

G20 Summit Schedule : ભારત G20 ના અધ્યક્ષના રૂપમાં 9-10 સપ્ટેમ્બરના રોજ જી-20 વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સહિત વિશ્વના બે ડઝનથી વધુ નેતાઓ તેમાં ભાગ લેવાના છે. સમિટને લઈને રાષ્ટ્રીય રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સેનાની સાથે સીઆરપીએફ અને દિલ્હી પોલીસના જવાનોને પણ વિદેશી મહેમાનોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે.

જી-20 સમિટમાં ભાગ લેવા માટે બાઇડન 7 સપ્ટેમ્બરે ભારત આવશે અને 8 સપ્ટેમ્બરે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. કોન્ફરન્સ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બરે બ્રાઝિલના રાષ્ટ્રપતિને G20 પ્રમુખપદની કમાન સોંપશે. બ્રાઝિલ 1 ડિસેમ્બરે ઔપચારિક રીતે G20નું પ્રમુખપદ સંભાળશે.

વસુધૈવ કુટુંબકમ’ થીમ પર ભારત મંડપમ ખાતે યોજાનાર G20 સમિટનો સંભવિત કાર્યક્રમ

* G20 દેશોના નેતાઓ 8 સપ્ટેમ્બરે આવશે.

* 9મી અને 10મી સપ્ટેમ્બરે G20 સમિટ!

* 9 સપ્ટેમ્બરે સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે પીએમ મોદી G20 નેતાઓનું સ્વાગત કરશે.

G20 સમિટના બે દિવસમાં કુલ ત્રણ સત્રો હશે

* પ્રથમ સત્ર સવારે 10 થી 11 વાગ્યાની આસપાસ શરૂ થશે અને 1 થી 1.30 વાગ્યા સુધી ચાલુ રહેશે. પ્રથમ સત્રનું શીર્ષક 'વન અર્થ/પ્લેનેટ' હશે. આ સત્રમાં 'ટકાઉ વિકાસ અને સ્થિર આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા'ના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

* બીજું સત્ર લંચ પછી યોજાશે જેનું નામ 'વન ફેમિલી ' હશે.

* પ્રથમ દિવસ ભારત મંડપમ ખાતે રાત્રિભોજન સાથે સમાપ્ત થશે. અહીં લગભગ 350 થી 400 લોકો માટે રાત્રિભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્વારા આ ડિનરનું આયોજન કરવામાં આવે તેવી શક્યતા છે.

* 9 સપ્ટેમ્બરના રોજ G20 દેશોના નેતાઓની પત્નીઓને કૃષિ સંશોધન સંસ્થાની મુલાકાત લેવા માટે લઈ જવામાં આવશે. બાજરી પર ભારત દ્વારા કરવામાં આવેલ કામ બતાવવામાં આવશે. આ પછી G20 નેતાઓની પત્નીઓને નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટના પ્રવાસ પર લઈ જવામાં આવશે. અહી ભારતીય કલાનું પ્રદર્શન કરવામાં આવશે.

10 સપ્ટેમ્બર: કોન્ફરન્સનો બીજો દિવસ

G20 દેશોના નેતાઓ રાજઘાટની મુલાકાત લેશે! આ પછી તેઓ ભારત મંડપમમાં છોડ રોપશે.

બીજા દિવસે ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવશે. આ સત્રનું નામ 'એક ભવિષ્ય' હશે. તે લોકશાહી, વૈશ્વિક આર્થિક શાસન સંસ્થાઓમાં વૈશ્વિક બહુમતી ધરાવતા દેશોની ભૂમિકાને મજબૂત કરવા તેમજ ડિજિટલ પરિવર્તન હાંસલ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ પછી પ્રતિકાત્મક રીતે વડાપ્રધાન મોદી તરફથી G20 ની અધ્યક્ષતા બ્રાઝિલને સોંપવામાં આવશે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી ઘણા G20 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.

G20 ગ્રુપમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, બ્રિટન, યુએસ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
Tata અને Maruti ની કાર પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ! લીસ્ટમાં Harrier, Punch, Fronx અને Invicto સામેલ
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
IND vs SA 3rd ODI Highlights: ટીમ ઇન્ડિયાની બંપર જીત, દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવ્યું
Anandiben Patel on Education System: ‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
‘યુનિવર્સિટીની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે’, શિક્ષણ વ્યવસ્થા પર આનંદીબેન પટેલનો મોટો ધડાકો
Embed widget