(Source: ECI/ABP News/ABP Majha)
GATE 2021 Results OUT: GATEની પરીક્ષાનું પરિણામ જાહેર, અહીં ચેક કરો પોતાનું રિઝલ્ટ
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) બોમ્બે દ્વારા આયોજીત ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂટ ટેસ્ટ (GATE 2021) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) બોમ્બે દ્વારા આયોજીત ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂટ ટેસ્ટ (GATE 2021) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે કેન્ડીડેટે પરીક્ષા આપી હતી. તેઓ ઓફિશયલ વેબસાઈટ gate.iitb.ac.in પર પોતાનું રિલઝલ્ટ ચેક કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, GATE 2021ની પરીક્ષા 6 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી 2021 સુધી યોજાઈ હતી. આ પરીક્ષા માટે લગભગ 9 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી લગભગ 75 ટકા વિદ્યાર્તીએ GATE 2021 પરીક્ષા આપી હતી.
GATE 2021 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 26 ફેબ્રુઆરીએ જાહેર કરી દીધી હતી. ઉમેદવારો તેના પર વાંધો હોય તો 4 માર્ચ 2021 સુધી ફરિયાદ કરી શકતા હતા. GATE 2021ની આન્સર કી માટે પ્રાપ્ત વાંધાના નિકાલ બાદ ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે.
Education Loan Information:
Calculate Education Loan EMI