Rajasthan News: કોગ્રેસ અધ્યક્ષના પદને લઇને CM ગેહલોતે કહ્યુ- રાહુલ ગાંધીને મનાવવા અંતિમ ક્ષણ સુધી પ્રયાસ કરીશું
હાલમાં કૉંગ્રેસમાં પ્રમુખ પદની ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ઓફર કરી છે
Rajasthan News: હાલમાં કૉંગ્રેસમાં પ્રમુખ પદની ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા ગાંધીએ અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ઓફર કરી છે. આ બધાની વચ્ચે અશોક ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું છે કે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરવામાં આવશે કે રાહુલ ગાંધી ફરી એકવાર પાર્ટીની કમાન સંભાળે.
Rahul's reluctance paving way for non Gandhi President for Congress, Sonia Gandhi urges Ashok Gehlot to lead
— ANI Digital (@ani_digital) August 24, 2022
Read @ANI Story | https://t.co/2RzrriLQah#Rahul_Gandhi #Congresspresident #AshokGehlot pic.twitter.com/9MaGqsOKzY
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાન સરકારના 'ઇન્વેસ્ટર સમિટ' કાર્યક્રમ દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે છેલ્લી ઘડી સુધી રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવા માટે મનાવવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક 28 ઓગસ્ટે યોજાવા જઇ રહી છે. અમે ઈચ્છીએ છીએ કે તેઓ અધ્યક્ષ બને.
છેલ્લી ઘડી સુધી મનાવવાનો પ્રયાસ કરીશું.
ગેહલોતે કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી અધ્યક્ષ નહીં બને તો ઘણા લોકો નિરાશ થઈ જશે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને છેલ્લી ઘડી સુધી મનાવવાના પ્રયાસો કરવામાં આવશે. ગેહલોતે આ ટિપ્પણી એવા સમયે કરી જ્યારે એક દિવસ પહેલા મંગળવારે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. માનવામાં આવે છે કે આ બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે.
કોંગ્રેસના નવા અધ્યક્ષ ગાંધી પરિવારની બહારના હશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નહી તે અંગે પૂછવામાં આવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગેહલોતે પત્રકારોને કહ્યું, "શું કોંગ્રેસમાંથી કોઈએ તમને (મીડિયા) આ કહ્યું છે? જ્યાં સુધી કોઈ સત્તાવાર નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમે કે હું ટિપ્પણી કરી શકતા નથી.
Ahmedabad: અમદાવાદની સૌ પ્રથમ મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડમાં શું થયો મોટો ખુલાસો ? જાણીને ચોંકી જશો
PIB Fact Check: તમને 25 લાખના લોટરી લાગી છે ? આવો મેસેજ મળે તો ચેતી જાજો નહીંતર....