(Source: ECI/ABP News/ABP Majha)
Giriraj Singh on India Pak Match: ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ ગિરિરાજ સિંહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ગિરિરાજ સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન હોવી જોઈએ. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.
Giriraj Singh Statement on India vs Pakistan Match: કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ આજે જોધપુર પહોંચ્યા હતા અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શોક સભામાં હાજરી આપ્યા બાદ વિદાય વખતે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન ગિરિરાજ સિંહે કહ્યું કે આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન હોવી જોઈએ. આ બાબતે પુનર્વિચાર કરવાની જરૂર છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, આતંકવાદનો ચહેરો હવે સ્પષ્ટ થઈ જશે. આવનારા સમયમાં ભારતની ધરતી પરથી માત્ર કૉંગ્રેસનું નામ જ સાફ થશે. જમ્મુ -કાશ્મીરમાં હિન્દુઓ પર થયેલા હુમલાને જોતા આગામી દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સંબંધો હજુ સારા નથી.
આ દરમિયાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ''કોંગ્રેસ દેશમાં ખોટી રાજનીતિ કરી રહી છે. રાજસ્થાનમાં વાલ્મિકી સમાજ, એસસીએસટી લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે, મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે અને કાશ્મીરમાં હિન્દુઓને નિશાન બનાવીને મારવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે કંઈ પણ બોલ્યા વગર લખીમપુરમાં જઈ રાજનીતિ કરી રહ્યા છે.''
આ અગાઉ પણ ગિરિરાજ સિંહે શનિવારે કહ્યું હતું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની લખીમપુર ખીરીની મુલાકાત 'રાજકીય પર્યટન' નું ઉદાહરણ છે. પંચાયતી રાજ મંત્રી ગિરિરાજ સિંહ સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, 'લખીમપુર ખીરીની મુલાકાત લેવા ગયેલા રાહુલ ગાંધીમાં સાચી સહાનુભૂતિ અને કરુણા નથી. જ્યાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને તક મળે છે, તેઓ તેમના રાજકીય પ્રવાસ સાથે આગળ વધે છે. હું પૂછવા માંગુ છું કે રાહુલ ગાંધી તે ઘટનામાં માર્યા ગયેલા પત્રકારના પરિવારને મળવા કેમ ન ગયા. તે કાશ્મીરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવા માટે ખીણમાં કેમ ન ગયા ? ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરે લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.