Tamil Nadu: સ્કૂલની અંદર નકલી NCC કેમ્પ ગોઠવાયો, પછી 13 છોકરીઓને એક રૂમમાં લઇ જઇ કરાયુ યૌન શોષણ...
13 Girls Sexually Assaulted In Tamil Nadu: તમિલનાડુમાંથી યૌન શોષણનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે માત્ર વિદ્યાર્થિનીઓ જ નહીં પરંતુ માતા-પિતાને પણ ચોંકાવી દીધા છે
13 Girls Sexually Assaulted In Tamil Nadu: તમિલનાડુમાંથી યૌન શોષણનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે માત્ર વિદ્યાર્થિનીઓ જ નહીં પરંતુ માતા-પિતાને પણ ચોંકાવી દીધા છે. ગઈકાલે 19 ઓગસ્ટે તમિલનાડુ પોલીસે માહિતી આપી હતી કે નકલી NCC કેમ્પમાં 13 છોકરીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું છે.
યૌન શોષણના આ કેસમાં તમિલનાડુ પોલીસે કૃષ્ણાગિરી જિલ્લાની એક ખાનગી શાળાના આચાર્ય અને બે શિક્ષકો અને અન્ય 11 લોકોની ધરપકડ કરી છે. આ એનસીસી કેમ્પનું આયોજન શાળાના પોતાના કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન કરનારા વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે. માહિતી આપતાં, કૃષ્ણાગિરી જિલ્લા પોલીસ અધિક્ષક પી થંગાદુરાઈએ જણાવ્યું કે શાળા દ્વારા નકલી NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એક ડઝનથી વધુ છોકરીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષકે કહ્યું કે શાળાના વરિષ્ઠ અધિકારીઓને આની જાણ હતી, પરંતુ તેઓએ પોલીસને જાણ કરવાને બદલે મામલો દબાવી દીધો.
જાણો શું હતો મામલો
જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે જ્યાં આ NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તે ખાનગી શાળામાં એકપણ યૂનિટ નહોતું. એક જૂથે શાળા સંચાલનનો સંપર્ક કર્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે NCC શિબિરનું આયોજન કર્યા પછી શાળામાં એક NCC યૂનિટની રચના કરી શકાય છે, જેના માટે શાળા સંમત થઈ હતી. આ ત્રણ દિવસીય NCC કેમ્પનું આયોજન ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવ્યું હતું, જેમાં 41 બાળકોએ ભાગ લીધો હતો. જેમાંથી 17 છોકરીઓ હતી. પોલીસે જણાવ્યું કે છોકરીઓને તેઓ જ્યાં રહેતી હતી ત્યાંથી લલચાવીને ફોસલાવીને તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું.
સ્કૂલના સેમિનાર હૉલમાં રોકવામાં આવ્યા હતા
જે ખાનગી શાળામાં આ NCC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં છોકરીઓને સેમિનાર હૉલના પહેલા માળે, જ્યારે છોકરાઓને ગ્રાઉન્ડ ફ્લૉર પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં NCC કેમ્પમાં આવેલા બાળકોની દેખરેખ માટે એક શિક્ષક પણ ત્યાં હાજર નહોતો. આ મામલે બાળ કલ્યાણ સમિતિના અધિકારીનું કહેવું છે કે NCC કેમ્પનું આયોજન કરનારાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો