શોધખોળ કરો
Advertisement
ભરુચઃ 19 વર્ષની યુવતીને ધનિક બોસ સાથે બંધાયા શારીરિક સંબંધ, 10 વર્ષ પછી કોની સાથે મળીને કરી નાંખી પ્રેમીની હત્યા ?
ડીસીપી નોર્થ વેસ્ટ વૈજયન્તા આર્યાએ જણાવ્યુ કે ફેસલ નિરજ ગુપ્તાની કર્મચારી હતી અને નિરજ તેને બૉસ હતો, છેલ્લા 10 વર્ષથી બન્ને વચ્ચે શારીરિક સંબંધો હતા. નિરજ પરણેલો હતો અને તેના બાળકો પણ હતા
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. દિલ્હીના આદર્શ નગરમાં એક પ્રેમિકાએ પોતાની માતા અને મંગેતરની સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાંખી, એટલુ જ નહીં મૃતદેહના ટુકડા ટુકડા કરીને સૂટકેસમાં ભરી દીધા અને રાજધાની ટ્રેનથી દિલ્હી અને ગોવાની વચ્ચે રસ્તામાં ફેંકી દીધા. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ઘટના નોર્થ વેસ્ટ દિલ્હીના આદર્શ નગર વિસ્તારની છે. અહીં પ્રેમ સંબંધના કારણે નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મૉડલ ટાઉનમાં રહેનારા બિઝનેસમેન નિરજ ગુપ્તાને તેની પ્રેમિકાએ ઘરે બોલાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે હત્યાની આરોપી 29 વર્ષીય પ્રેમિકા ફેસલ, તેની માતા શાહીન નાઝ અને મંગેતર જુબેરને પકડી લીધા છે.
ડીસીપી નોર્થ વેસ્ટ વૈજયન્તા આર્યાએ જણાવ્યુ કે ફેસલ નિરજ ગુપ્તાની કર્મચારી હતી અને નિરજ તેને બૉસ હતો, છેલ્લા 10 વર્ષથી બન્ને વચ્ચે શારીરિક સંબંધો હતા. નિરજ પરણેલો હતો અને તેના બાળકો પણ હતા. આ બધાની વચ્ચે ફેસલના ઘરવાળાએ તેની સગાઇ જુબેર નામના શખ્સ સાથે કરી દીધી. જ્યારે આની ખબર નિરજને પડી તો ફેસલને લગ્ન ના કરવા સમજાવી.
પોલીસે જણાવ્યુ કે દિવાળીના એક દિવસ પહેલા નિરજ ફેસલના ઘરે ગયો, ત્યાં ફેસલ તેની માતા શાહીન નાઝ અને જુબેર સાથે લડાઇ થઇ ગઇ, ગુસ્સામાં નિરજે પ્રેમિકા ફેસલને ધક્કો માર્યો. આ વાત પર જુબેર ગિન્નાયો અને તેના માથામાં ઇંટ મારી દીધી, બાદમાં નિરજના પેટમાં ચાકૂ ઘૂસેડી દીધુ અને ગળુ કાપી નાંખ્યુ. નિરજ મૃત્યુ પામ્યો, બાદમાં નિરજના મૃતદેહને ઠેકાણે કરવા યોજના બનાવી.
આરોપીઓએ નિરજના મૃતદેહના ટુકડા ટુકડા કરીને તેને સૂટકેસમાં ભરી દીધા અને ઓલા કેબથી નિઝામુદ્દીન રેલવે સ્ટેશન લઇ ગયા. જુબેર ટ્રેનમાં પેન્ટ્રીનુ કામ કરતો હતો તેથી તેના આસાનીથી દિલ્હી ગોવાની વચ્ચે ભરુચમાં ફેંકી દીધા. આદર્શ નગર પોલીસને નિરજ ગાયબ હોવાની જાણ તેના મિત્ર દ્વારા થઇ. 14ર નવેમ્બરે મળેલી માહિતી પર પોલીસે તપાસ શરૂ કરી પરંતુ નિરજનો ક્યાંય પત્તો ના લાગ્યો.
નિરજની પત્ની અંચલ ગુપ્તાએ પોલીસમાં 18 નવેમ્બરે ફરિયાદ કરી હતી. અંચલે ફેસલ પર શક દર્શાવ્યો કેમકે નિરજની ગાડી ફેસલના ઘરે મળી હતી. આ અંગે તપાસ કરતા નિરજની હત્યાનુ રાજ ખુલી ગયુ હતુ. હાલ ત્રણેયને પોલીસે ધરપકડ કરી લીધી છે, અને મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ખેતીવાડી
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion