શોધખોળ કરો
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, આવતા વર્ષે મળશે ઢગલાબંધ રજાઓ

નવી દિલ્લી: કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખુશ ખબર છે. કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષે ઢગલાબંધ રજાઓ મળશે. સામાન્ય રીતે કેન્દ્રીય વિભાગોમાં પાંચ દિવસનું સપ્તાહ હોય છે. એવામાં બે દિવસ સાપ્તાહિક રજા ઉપરાંત ૧૭ અનિવાર્ય રજા અને ત્રણ એવી રજા મળશે. જે રાજયની કો-ઓર્ડીનેશન કમિટી નક્કી કરશે. આ પ્રકારે કેન્દ્રીય કર્મચારીઓને વર્ષ-૨૦૧૭માં લગભગ ૪ મહિનાની રજા મળશે એટલે કે તેઓએ ૧ર મહિનામાંથી ૮ મહિના જ કામ કરવાનુ રહેશે. . જો કે પાંચ અનિવાર્ય રજાઓ સાપ્તાહિક રજાઓવાળા દિવસે આવશે. તેથી કર્મચારીઓને ૧ર અનિવાર્ય રજાઓનો જ લાભ મળી શકશે. કેન્દ્રીય વિભાગોમાં સોમવારથી શુક્રવાર સુધી કામ થાય છે અને શનિવાર અને રવિવારે સાપ્તાહિક રજા હોય છે. આ પ્રકારે વર્ષમાં કર્મચારીઓને સાપ્તાહિક રજાના સ્વરૂપમાં જ ૧૦૦થી વધુ દિવસની રજા મળી જાય છે. આ સિવાય કેન્દ્ર સરકાર તરફથી વર્ષ-૨૦૧૭ માટે ૧૪ અનિવાર્ય રજાઓ જાહેર કરવામાં આવી છે તેમાં પાંચ અનિવાર્ય રજાઓ સાપ્તાહિક રજાના દિવસે આવે છે. તેમાં મહાવીર જયંતિ, બકરી ઇદ, મહોરમ, ગુરૂનાનક જયંતિ અને મિલાદુન્નબી સમાવેશ થાય છે. આ સિવાય ૧ર અન્ય રજાઓ છે જેમાં ત્રણ રજાઓ મળશે. આ ત્રણ રજાઓ સ્ટેટ કેપિટલની કો-ઓર્ડીનેશન કમિટી નક્કી કરશે. જેમાં દશેરા, હોળી, જન્માષ્ટમી, રામનવમી, શિવરાત્રી, ગણેશ ચતુર્થી, મકરસક્રાંતિ, ઓણમ, પોંગલ, વસંત પંચમી વગેરેનો સમાવેશ થાય છે. બીજી તરફ કેન્દ્ર સરકારના એવા સંગઠન જેમાં ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શીયલ અને ટ્રેડીંગ એસ્ટાબ્લીશમેન્ટ સામેલ છે તેમને વર્ષમાં વધુમાં ૧૬ કે તેથી અનિવાર્ય રજાઓ મળશે.
વધુ વાંચો





















