શોધખોળ કરો
Advertisement
કોરોનાને લઈને ભારત માટે આવ્યા સારા સમાચાર, જાણો કોવિડ-19ના નવા કેસમાં કેટલો ઘટાડો નોંધાયો
દેશમાં એક્ટિવ કેસ વધવાનો દર સતત 14મા દિવસે 100ની નીચે આવી ગયો છે.
નવી દિલ્હીઃ કોરોનાને લઈને ભારત માટે સારા સમાચાર આવ્યા છે. દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાના નવા કેસ 33 ટકા ઘટ્યા છે. દેશમાં કોરોનાના છેલ્લા 10 દિવસમાં 1 કરોડ ટેસ્ટ થયા છે. તો 24 કલાકમાં 72 હજાર 869 કેસ નોંધાયા છે. જ્યારે 16 સપ્ટેમ્બરે એક દિવસમાં 97 હજાર 859 કેસ નોંધાયા હતા.
16 સપ્ટેમ્બરની સામે જોઈએ તો દેશમાં કોરોનાના નવા કેસમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો દેશમાં એક્ટિવ કેસ વધવાનો દર સતત 14મા દિવસે 100ની નીચે આવી ગયો છે. 22 સપ્ટેમ્બરે દેશમાં 10 લાખ 14 હજાર એક્ટિવ કેસ હતા. જે ઉચ્ચ સપાટી હતી. ત્યાર પછી સતત ઘટાડો થઈ રહ્યો છે.
5 ઓક્ટોબરે 9 લાખ 18 હજાર એક્ટિવ કેસ હતા. એટલે કે 96 હજાર દર્દી ઘટ્યા છે. મહારાષ્ટ્રમાં 10 સપ્ટેમ્બરે નવા કેસની દૈનિક સરેરાશ 22 હજારની હતી. તે હવે 15 હજારની છે. આ રીતે પંજાબ અને હરિયાણામાં સરેરાશ 2 હજાર 500 હતી હવે 1 હજાર 500ની નજીક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement