શોધખોળ કરો
ભારતમાં નાના વેપારીઓને આર્થિક મદદ માટે આગળ આવી આ વિદેશી કંપની, પેમેન્ટ એપથી આપશે લોન
કંપની પોતાના ‘Nearby Stores’ ફીચરને પણ હવે દેશભરમાં લાગુ કરવા જઈ રહી છે.

નવી દિલ્હીઃ કોરનોા વાયરસને કારણે ભારતમાં અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થયું છે. લગભગ અઢી મહિના સુધી ચાલેલ લોકડાઉનમાં નાના ઉદ્યોગો અને વેપારીઓને સૌથી વધારે મુશ્કેલીનો સામો કરવો પડ્યો છે. હવે દેશની અર્થવ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર આ વર્ગની મદ માટે ઇન્ટરેટ કંપની ગૂગલ આગળ આવી છે. કંપની ભારતમાં ટૂંકમાં જ નાના વેપારીઓ માટે લોન સુવિધા ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે.
Google Pay for Business એપ દ્વારા લોન
કંપની આ નવા સાહસ માટે પોતાની યૂપીઆઈ પેમેન્ટ એપ ‘ગૂગલ પે’ના બિઝનેસ વર્ઝન ‘ગૂગલ પે ફોર બિઝનેસ’નો ઉપયોગ કરવા જઈ રહી છે. ગેજેટ્સ 360ના રિપોર્ટ અનુસાર કંપની તેના માટે પોતાની સહયોગી નાણાંકીય સંસ્થાઓના સંપર્કમાં છે અને આ યોજના પર કામ કરી રહી છે. હાલમાં કંપનીએ તેના વિશે વધારે જાણકારી આપી નથી.
ગુરુવારે 25 જૂના રોજ ગૂગલે પોતાના આ નવા સાહસની જાહેરાત કરી. કંપનીએ જણાવ્યું કે, ગૂગલ પે ફોર બિઝનેસ (Google Pay for Business)એપ સાથે પહેલાથી જ દેશમાં અંદાજે 30 લાખ નાના વેપારીઓ જોડાયેલ છે અને હવે કંપની આવનારા સમયમાં તેમને લોન આપવાની સુવિધા પર કામ કરી રહી છે.
દેશભરમાં મળશે 'Nearby Stores' ફીચર
તેની સાથે જ કંપની પોતાના ‘Nearby Stores’ ફીચરને પણ હવે દેશભરમાં લાગુ કરવા જઈ રહી છે. આ ફીચર દ્વારા ગૂગલ પે એપ પર યૂઝર્સ પોતાના નજીકના સ્ટોર્સ વિશે જાણકારી મેળવી શકશે. આ ફીચર પહેલાથી જ દિલ્હી, મુંબઈ, પુણે, હૈદ્રાબાદ અને ચેન્નઈમાં ઉપલબ્ધ હતું પરંતુ હવે અન્ય યૂઝરને પણ મળશે.
કંપનીને આશાછે કે તેના દ્વારા ગ્રાહકોને પોતાના સ્થાનીક દુકાનદાર વિશે જાણકારી મળશે અને એ પણ નાના વેપારીઓને મદદ પહોંચાડશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ભાવનગર
Advertisement