શોધખોળ કરો
Advertisement
Coronavirus: સરકારનો યૂ-ટર્ન, મૃતકોના પરિવારને 4 લાખ વળતર આપવાનો આદેશ પરત ખેંચ્યો
કેન્દ્ર સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે કોરોથી મરનારના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જો કે, બાદમાં સરકારે યૂ-ટર્ન લઈ લીધો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી મૃત્યુ પામનારના પરિવારને 4 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કર્યાના થોડાક જ કલાકોમાં સરકારે યૂ-ટર્ન લઈ લીધો છે. કેન્દ્ર સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે કોરોથી મરનારના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. જો કે, બાદમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારનું કોઈ પણ વળતર આપવામાં નહીં આવે. સરકાર કોરોના દર્દીઓની સારવાર માટે ખર્ચ કરશે.
ઉલ્લેખનીય છે કે, કાતિલ કોરોના દુનિયાભરમાં કોહરામ મચાવી રહ્યો છે. ભારતમાં પણ કોરોના કારણે બે લોકોના મોત થઈ ચૂક્યા છે. એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોને કોરોનાથી બચાવવા માટે જરૂર પગલા ઉઠાવી રહી છે. તેની વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે, કોરોના વાયરસથી જીવ ગુમાવનાર લોકોને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પાન્સ ફંડ (SDRF) હેઠળ 4-4 લાખ રૂપિયા વળતળ આપવામાં આવશે.
Coronavirus: ઈરાનમાં ફસાયેલા 234 ભારતીય દિલ્હી પરત લવાયા, 14 દિવસ સુધી રહેશે દેખરેખ હેઠળ
નવા આદેશ અનુસાર, આ ફંડનો લાભ કોરોના દર્દીઓ માટે કરવામાં આવશે. સેમ્પલ કલેક્શન, સ્ક્રીનિંગ અને કોરોનાથી બચવા માટે ઉપાયો શોધવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પાન્સ ફંડ અંતર્ગત કવર કરવામાં આવશે. જરૂર પડવા પર કોરોનાથી બચવા માટે નવા ઉપકરણોને ખરીદવા માટે આ ફંડનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
ઉલ્લેખની છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 ના મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion