શોધખોળ કરો
Advertisement
Coronavirus: ઈરાનમાં ફસાયેલા 234 ભારતીય દિલ્હી પરત લવાયા, 14 દિવસ સુધી રહેશે દેખરેખ હેઠળ
અત્યાર સુધી માલદીવ, અમેરિકા, મેડાગાસ્કર, ઈરાન અને ચીન સહિત વિભિન્ન દેશોથી લગભગ 1265 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે.
નવી દિલ્હી: જીવલેણ કોરોના વાયરસની કારણે ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયને પરત લાવવામાં આવ્યા છે. સવારે સાડા ચાર વાગ્યે એર ઈન્ડિયાના વિમાનથી તમામ લોકોને દિલ્હી લાવવામં આવ્યા છે. આ ગ્રુપમાં 131 વિદ્યાર્થી અને 103 તીર્થ યાત્રીઓ સામેલ છે. તમામને આજથી 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. વિદેશમંત્રીએ આ સહયોગ માટે ઈરાન સરકારનો આભાર માન્યો હતો. ઈરાનથી લાવવામાં આવેલા 234 ભારતીયોને જેસલમેર લાવવામાં આવ્યા છે. તેમને અહીં ક્વોરેન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવશે.
વિદેશમંત્રી જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ઈરાનથી પરત લવાયેલા 234 લોકોમાં 131 વિદ્યાર્થી અને 103 તીર્થયાત્રીઓ સામેલ છે. જયશંકરે તેના માટે ઈરાન સરકાર અને ભારતી ય દુતાવાસનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માલદીવ, અમેરિકા, મેડાગાસ્કર, ઈરાન અને ચીન સહિત વિભિન્ન દેશોથી લગભગ 1265 લોકોને પરત લાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે. જાપાનથી 124 અને ચીનથી 112 લાવવામાં આવેલા લોકોની તપાસમાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ નથી. તેથી તેઓને ઘરે મોકલવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઈરાનની સરકારી ટીવી અનુસાર, કોરોના વાયરસના કારણે ઈરાનમાં વધુ 97 લોકોના મોત થાય છે તેની સાથે મૃત્યુંઆંક વધીને 611 થઈ ગયો છે. દેશમાં 12729 લોકો કોરોનાથી સંક્રમિત છે. પશ્ચિમ એશિયામાં ઈરાન કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. અને વરિષ્ઠ અધિકારીઓ પણ તેની ચપેટમાં આવી ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement