શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે CAA લાવવાનો વાયદો કર્યો હતો, મોદી સરકારે તેને પૂરો કર્યોઃ આરિફ મોહમ્મદ ખાન
મોદી સરકારે મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નેહરુ અને કોંગ્રેસ દ્વારા દેશને કરવામાં આવેલો વાયદો પૂરો કર્યો છે. આ કાયદાનો પાયો 1958 અને 2003માં જ નાંખવામાં આવ્યો હતો. વર્તમાન સરકારે બસ તેને કાનૂન બનાવ્યો છે.
નવી દિલ્હીઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નાગરિકતા સંસોધન કાયદાનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે વર્ષ 1958 અને 2003માં જે વાયદો કર્યો હતો તેને મોદી સરકારે પૂરો કર્યો છે.
તેમણે જણાવ્યું, મોદી સરકારે મહાત્મા ગાંધી, પંડિત જવાહર લાલ નેહરુ અને કોંગ્રેસ દ્વારા દેશને કરવામાં આવેલો વાયદો પૂરો કર્યો છે. આ કાયદાનો પાયો 1958 અને 2003માં જ નાંખવામાં આવ્યો હતો. વર્તમાન સરકારે બસ તેને કાનૂન બનાવ્યો છે.
આરિફ મોહમ્મદે કહ્યું, પાકિસ્તાનનું નિર્માણ જ મુસ્લિમ દેશના રૂપમાં થયું છે. તેથી ત્યાં મુસ્લિમોને શું કામ રંજાડવામાં આવે. હું માનું છું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશથી મુસલમાનો ભારત આવ્યા છે, પરંતુ કોઈ ધાર્મિક યાતનાથી નહીં પરંતુ રોજગારીની તલાશમાં.
રાજીવ ગાંધી સરકારમાં મંત્રી હતા આરિફ મોહમ્મદ ખાન આરિફ મોહમ્મદ ખાન રાજીવ ગાંધી સરકારમાં મંત્રી હતા. બહુચર્ચિત શાહબાનો મામલે સુપ્રીમ કોર્ટના ફેંસલાને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી સરકાર દ્વારા અમાન્ય જાહેર કરવાના વિરોધમાં તેમણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. દેશના જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાના પુત્રએ માનસિક સ્વાસ્થ્યનું કારણ આપી ક્રિકેટમાંથી લીધો બ્રેક, કહી આ વાત CAA પર ફેલાવાતો ભ્રમ દૂર કરવા 250થી વધુ પ્રેસ કોન્ફરન્સ કરશે BJP, 3 કરોડ પરિવાર પાસે જશે ગુજરાતમાં કૃષિ નુકસાન સહાય માટે SDRFમાંથી કયા જિલ્લાને કેટલી રકમ ફાળવવામાં આવી ? જુઓ લિસ્ટKerala Governor on exclusion of Muslims from #CitizenshipAmendmentAct: Pakistan was formed as Muslim nation, so will they persecute Muslims also there? We admit Muslims came from Pakistan & Bangladesh, but not because they were persecuted but in search of economic opportunities. https://t.co/nK7idA9jHe
— ANI (@ANI) December 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion