શોધખોળ કરો
Advertisement
દેશના જાણીતા બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાના પુત્રએ માનસિક સ્વાસ્થ્યનું કારણ આપી ક્રિકેટમાંથી લીધો બ્રેક, કહી આ વાત
22 વર્ષીય આર્યમાને 2017-18માં મધ્ય પ્રદેશ માટે રણજી ટ્રોફીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે 9 મેચમાં એક સદી સહિત 414 રન બનાવ્યા હતા. જાન્યુઆરી 2018માં આઈપીએલની હરાજીમાં તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પુત્ર આર્યમાને માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. તેણે શુક્રવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તે સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ તરફથી રમે છે.
આર્યમેને ટ્વિટ કરીને લખ્યું - 'ક્રિકેટ કારકિર્દીમાં આ તબક્કે પહોંચવાની સફર સખત મહેનત, સમર્પણ અને હિંમતથી ભરેલી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી હું રમત વિશે ચિંતા કરું છું. અત્યાર સુધીમાં મેં બધી હતાશાઓને દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે મને લાગે છે કે બધી બાબતોને બદલે મારે મારા માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરવા વિશે વિચારવું જોઈએ. તેથી ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે. આ સુંદર રમત મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. હું યોગ્ય સમયે મેદાનમાં પાછો ફરીશ. "
— Aryaman Birla (@AryamanBirla) December 20, 2019ક્રિકેટરે આગળ લખ્યું કે, "હું મારી જાતને વધુ સારી રીતે સમજવા માટે સમય માંગું છું. હું મારા માટે નવી શક્યતાઓ અને મારા માટે નવા લક્ષ્યો સેટ કરવા માંગુ છું. હું મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન અને તે બધા લોકોનો આભાર માનું છું કે જેઓ અત્યાર સુધી મારી સાથે રહ્યા છે. તે જ સમયે, હું તે બધા લોકોનો આભાર માનું છું જેમણે મને સમજી અને પોતાનું મૂલ્યાંકન કરવા માટે મને ટેકો આપ્યો. આ મુશ્કેલ સમય છે, પરંતુ આ સમય મને સાચા મિત્રો અને શુભેચ્છકો ઓળખવામાં મદદ કરશે. મને વિશ્વાસ છે કે હું આ મુશ્કેલ સમયને તાકાતથી પાર કરીશ."
22 વર્ષીય આર્યમાને 2017-18માં મધ્ય પ્રદેશ માટે રણજી ટ્રોફીની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેણે 9 મેચમાં એક સદી સહિત 414 રન બનાવ્યા હતા. જાન્યુઆરી 2018માં આઈપીએલની હરાજીમાં તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર રાજસ્થાન રોયલ્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેને કોઈપણ મેચમાં તક આપવામાં આવી નહોતી. આ વર્ષની હરાજી પહેલા તેને ફ્રેન્ચાઇઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. CAA પર ફેલાવાતો ભ્રમ દૂર કરવા 250થી વધુ પ્રેસ કોન્ફરન્સ કરશે BJP, 3 કરોડ પરિવાર પાસે જશે ગુજરાતમાં કૃષિ નુકસાન સહાય માટે SDRFમાંથી કયા જિલ્લાને કેટલી રકમ ફાળવવામાં આવી ? જુઓ લિસ્ટ મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, વિપક્ષે કર્યુ વોકઆઉટ, જાણો વિગત"Only weak men get depressed... Suck it up and move on!" #NoStigmaNovember @ish_sodhi join me & @NeerjaBirla in calling out stereotypes that prevent men from seeking help for their #MentalHealth concerns. Tag a guy you know & encourage him to speak up too! https://t.co/gGYrIts4je
— Aryaman Birla (@AryamanBirla) November 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement