શોધખોળ કરો
Advertisement
મુંબઈ સહિત મહારાષ્ટ્રના ચાર શહેરો 31 માર્ચ સુધી બંધ, જાણો વિગતે
દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના ખતરનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મોટો નિર્ણય કર્યો છે.
મુંબઈ: દેશભરમાં વધી રહેલા કોરોના વાયરસના ખતરનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મોટો નિર્ણય કર્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રના ચાર શહેરો પુના, પિમ્પરી ચિંચવડ, મુંબઈ અને નાગપુરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશમાં હાલ સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુકના માધ્યમથી લોકોને સંબોધન કરતા આ જાહેરાત કરી હતી.
મુંખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહન, બેન્કો, કરિયાણા અને અન્ય આવશ્યક સેવાઓને શટડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. સરકારી કચેરીઓમાં ફક્ત 25 ટકા સ્ટાફ હશે.
કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધી કુલ 52 કેસ પોઝિટિવ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં કુલ 195 કોરોના વાયરસના કેસમાંથી 20 લોકો એવા છે જે ઠીક થઈ ગયા છે અને સારવાર બાદ તેમનામાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યા નથી. જોકે 4 કેસ એવા પણ જેમાં કોરોના વાયરસ પીડિતનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion