શોધખોળ કરો
Advertisement
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવાયો
કોરોનાકાળમાં નવા સ્ટ્રેનના ભયને જોતા યુરોપિયન દેશોમાં વધી રહેલા કેસો વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યૂલર ફ્લાઈટ પર જ્યાં એકબાજુ પ્રતિબંધ છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ સિમિત સંખ્યામાં ફ્લાઈટ શરૂ છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઈટ પરના પ્રતિબંધને લંબાવી દેવામાં આવ્યો છે. ભારત સરકારનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગેલો પ્રતિબંધ 28મી ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. DGCAએ ગુરુવારે આ જાણકારી આપી હતી.
કોરોનાકાળમાં નવા સ્ટ્રેનના ભયને જોતા યુરોપિયન દેશોમાં વધી રહેલા કેસો વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યૂલર ફ્લાઈટ પર જ્યાં એકબાજુ પ્રતિબંધ છે ત્યારે વંદે ભારત મિશન હેઠળ સિમિત સંખ્યામાં ફ્લાઈટ શરૂ છે.
ભારતે અન્ય દેશોની રેગ્યૂલર ફ્લાઈટ પર પ્રતિબંધ જાળવી રાખ્યો છે પરંતુ ઘરેલું ફ્લાઈટ્સના સંચાલનમાં સતત ઝડપ આવી રહી છે. ભારતીય વિમાનન કંપનીઓ માટે ઘરેલુ ફ્લાઈટ્સ સંચાલન સંખ્યાને કોરોનાથી પહેલાના સ્તરની સરખામણીએ 70થી વધીને 80 ટકા કરવામાં આવી ચુક્યું છે. વિમાનન કંપનીઓ કોરોનાકાળ પહેલાના સ્તરની સરખામણીએ 70 ટકા ઘરેલુ પેસેન્જર ફ્લાઈટ સંચાલન કરી શકે છે. ડોમેસ્ટીક ફ્લાઈટ સંચાલન 25મી મેએ 30 હજાર મુસાફરો સાથે શરૂ થયું હતું અને હવે 30 નવેમ્બર 2020એ આ આંકડો 2.52 લાખે પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion