ગુજરાત ભાજપે દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનો પડકાર ઉપાડી ચર્ચા માટે આપ્યું નિમંત્રણ ? પ્રવક્તાએ શું કહ્યું ?
દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ શિક્ષણ અંગે ડિબેટની ચેલેન્જ ગુજરાતના શિક્ષણ મંત્રીને કરી હતી.
ભાજપના લેટરપેડ અને પ્રદેશ મીડિયા કન્વીનરની સહીનો દૂરુપયોગ કરવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પ્રદેશ મીડિયા કન્વીનર ડોકટર યજ્ઞેશ દવેના નામે ખોટો પત્ર વાયરલ થયો છે. જેને લઈ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. યજ્ઞેશ દવે જણાવ્યું કે દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કોઈ પત્ર કે નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી. વાયરલ થયેલ પત્ર અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, દિલ્હીની AAP સરકાર અને ગુજરાતના ભાજપ વચ્ચે શિક્ષણ મુદ્દે ટ્વીટર વૉર ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ શિક્ષણ અંગે ડિબેટની ચેલેન્જ ગુજરાતના શિક્ષણ મંત્રીને કરી હતી, જેના જવાબમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વળતો જવાબ આપતા કહ્યું છે કે કેટલાક લોકો સત્તાના નશામાં આવીને કંઈપણ બોલે છે. માટે એ સમજવાની જરૂર છે કે દિલ્લી-પંજાબના મતદાતાઓનો સરવાળો ગુજરાત જેટલો નથી થતો. પણ મીડિયામાં રહેવા માટે કેટલાક લોકો આવા નિવેદનો કરે છે.
મનીષ સિસોદીયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને શું પડકાર ફેંક્યો હતો?
આ પહેલા દિલ્હીના ડેપ્યુટી CM મનિષ સિસોદીયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને જાહેરમાં ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ચેલેન્જ એ સંદર્ભે આપવામાં આવી છે જ્યારે ગુજરાત ભાજપ દિલ્હીની સ્કૂલો વિરુદ્ધ ટ્વીટ કરી રહ્યું છે. જે બાદ સિસોદીયાએ જીતુ વાઘાણીને પડકાર ફેંક્યો છે. સિસોદીયાએ કહ્યું કે શિક્ષણ અંગેની કોઈ વાત ભાજપ ન જ કરે તો સારું.
कल से @BJP4Gujarat दिल्ली स्कूलों के ख़िलाफ़ ट्वीट कर रही है। गुजरात में “आप” के बढ़ते प्रभाव और पंजाब चुनाव नतीजों से आपको बौखलाहट हो रही है
— Manish Sisodia (@msisodia) March 24, 2022
भाजपा शिक्षा की बात ना ही करे तो अच्छा है। मैं गुजरात के शिक्षामंत्री @jitu_vaghani जी को डिबेट के लिए चैलेंज करता हूँ। स्थान व समय आपका https://t.co/wTmInNInjP
આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું કે ગુજરાત અને દિલ્લીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ છે... રાજસ્થાન અને છત્તીસગઢ જઈને જુઓ. ત્યાંની આદિવાસી વિસ્તારોમાં જે સ્કૂલ બની છે જે શિક્ષણની વ્યવસ્થા છે તે જોશો તો તમને લાગશે કે તમે યુરોપિયન કન્ટ્રીમાં આવી ગયા છીએ.