શોધખોળ કરો

વડગામ MLA જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં

Jignesh Mevani : સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને આવ્યા બાદ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Assam : કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, જેમની આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને ગુરુવારે આસામની કોર્ટ  દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.  સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને આવ્યા બાદ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેવાણી તરફથી હાજર રહેલા એડવોકેટ મનોજ ભગવતીએ કહ્યું કે પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે આ સમય દરમિયાન તેને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ શકાશે નહીં.

આસામ કોંગ્રેસ દ્વારા મેવાણી માટે નિયુક્ત કરાયેલા  એડવોકેટ ભગવતીએ જણાવ્યું હતું કે મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

મેવાણી સામે નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેમણે કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે".

દરમિયાન, મેવાણીની ધરપકડથી નારાજ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમની મુક્તિની માંગ સાથે શહેરના સારંગપુર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડની નિંદા કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું કે પીએમ 'અસંમતિને ડામવાનો પ્રયાસ કરીને સત્યને પકડી શકતા નથી'.

પીટીઆઈએ ગુજરાતના બનાસકાંઠા પોલીસ સ્ટેશનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીની કસ્ટડી લીધી હતી અને સ્થાનિક પોલીસને જાણ કર્યા પછી તેને તેમની સાથે આસામ લઈ ગઈ હતી."

મેવાણીની ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ એફઆઈઆર પછી ધરપકડ કરવામાં આવી હતી, જે આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા ગુનાઓ સાથે સંબંધિત  છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Bank Election: નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું મતદાન શરૂ | Abp Asmita | 17-11-2024Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબAhmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget