શોધખોળ કરો

PM Modi : પીએમ મોદીએ અચાનક ઔરંગઝેબ અને મુઘલોનો કેમ કર્યો ઉલ્લેખ? ગુરૂ ગોવિંદ સિંહને કરી લાખો સલામ

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

PM Modi On Mughal: રાજધાની દિલ્હીની મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં 'વીર બાલ દિવસ'ના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ સાહિબજાદોના બલિદાનને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ વીર સાહિબજાદેને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતો. પીએમએ પોતાના સંબોધનમાં મુઘલોનો તેમાં પણ ખાસ કરીને ઔરંગઝેબનો ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ભારત આજે પ્રથમ 'વીર બાલ દિવસ' ઉજવી રહ્યું છે. હું વીર સાહિબજાદોના ચરણોમાં નમન કરું છું અને તેમને મારી કૃતજ્ઞ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. 26 ડિસેમ્બરને 'વીર બાળ દિવસ' તરીકે જાહેર કરવાની તક મળી તે બદલ હું તેને અમારી સરકારનું સદ્ભાગ્ય માનું છું. 

મુઘલ સલ્તનતનો ઉલ્લેખ

મુઘલોનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું હતું કે, દરેક ક્રૂર ચહેરાની સામે મહાનાયકો અને નાયિકાઓના પણ એકથી એક મહાન ચરિત્રો હતાં, પરંતુ એ પણ સત્ય છે કે ચમકૌર અને સરહિંદના યુદ્ધમાં જે થયું તે 'ના ભૂતો ના ભવિષ્યતિ' હતું. એક તરફ ધાર્મિક કટ્ટરતામાં અંધ એવી આટલી વિશાળ મુઘલ સલ્તનત, બીજી બાજુ જ્ઞાન અને તપસ્યામાં તલ્લીન આપણા ગુરુઓ, ભારતના પ્રાચીન માનવીય મૂલ્યોને જીવવાની પરંપરા. ચમકૌર અને સરહિંદનું યુદ્ધ ખરેખર અવિસ્મરણીય છે. તે 3 સદીઓ પહેલા લડાઈ હતી પરંતુ ભૂતકાળ એટલો યે જુનો નથી કે તેને ભૂલી શકાય. આ તમામના બલિદાનને હંમેશા યાદ રાખવામાં આવશે.

વીર સાહિબજાદે કોઈ ધમકીથી ડર્યા નહોતા

પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક તરફ આતંકની પરાકાષ્ઠા હતી તો બીજી તરફ આધ્યાત્મિકતાનું શીર્ષ. એક તરફ ધાર્મિક ઉન્માદ હતો તો બીજી તરફ સૌમાં ભગવાનને જોવાની ઉદારતા. એક બાજુ લાખોની ફોજ હતી અને બીજી બાજુ ગુરુના બહાદુર સાહિબજાદે જે એકલા હોવા છતાંયે નિર્ભય બની ઉભા હતા. બહાદુર સાહિબજાદે કોઈની ધમકીથી ડર્યા નહોતા, કોઈની આગળ ઝૂક્યા પણ નહોતા.

ગુરુ ગોવિંદ સિંહજી પહાડ બની ઉભા હતાં

ઔરંગઝેબનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે, તે યુગની કલ્પના કરો. ઔરંગઝેબના આતંક વિરૂદ્ધ ભારતને બદલવાના તેના બદઈરાદાઓ વિરૂદ્ધ ગુરુ ગોવિંદ સિંહજી એક પહાડની માફક ઉભા હતાં.પરંતુ જોરાવર સિંહ સાહેબ અને ફતેહ સિંહ સાહેબ જેવા નાની ઉંમરના બાળકો સાથે ઔરંગઝેબ અને તેની સલ્તનત શું દુશ્મનાવટ હોય શકે?

"ઔરંગઝેબ તલવારના આધારે ધર્મ બદલવા માંગતો હતો"

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવાલ કર્યો હતો કે, આખરે બે માસૂમ બાળકોને જીવતા ભીંતમાં ચણાવી દેવા જેવી હેવાનિયત કેમ કરવામાં આવી? એટલા માટે કારણ કે ઔરંગઝેબ અને તેના લોકો ગુરૂ ગોવિંદ સિંહના સંતાનોનો તલવારના જોરે ધર્મ બદલવા માંગતા હતા, પરંતુ ભારતના એ બહાદુર બાળકો, એ વીર બાળક જે મોતથી સહેજ પણ ના ડર્યા. તેઓ જીવતા દિવાલમાં ચણાઈ ગયા પરંતુ તેમણે આતંકીઓના બદઈરાદાઓને હંમેશા હંમેશઅ માટે દફનાવી દીધા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Meerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલSurendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gujarat Cold: નલિયામાં કોલ્ડવેવ, રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી કાતિલ ઠંડીની અસર
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય
Gold Shopping Time: ખરીદી કરતા પહેલા જાણી લો સોનું કેટલું સસ્તું થયું, કિંમત જાણ્યા બાદ કરો નિર્ણય 
Embed widget