Elvish Yadav: એલ્વિશ યાદવની ફરી મુશ્કેલી વધી, જાણો હવે ક્યા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
Elvish Yadav booked by Gurugram Police: YouTuber અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
Elvish Yadav booked by Gurugram Police: YouTuber અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગુરુગ્રામ પોલીસે શનિવારે (30 માર્ચ) એલ્વિશ યાદવ અને ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝિલપુરિયા વિરુદ્ધ 32 બોર ગીતના શૂટિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે સાપનો ઉપયોગ કરવા અને અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો હતો. ગુરુગ્રામના બાદશાહપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 294 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
A case has been registered today against YouTuber and Bigg Boss OTT 2 winner Elvish Yadav and singer Rahul Yadav alias Fazilpuriya for illegally using snakes and using abusive language during the shooting of the song 32 Bore by Elvish Yadav and singer Fazilpuriya. Case registered…
— ANI (@ANI) March 30, 2024
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, બાદશાહપુર પોલીસ સ્ટેશનના SHO સતીશ દેશવાલે કહ્યું કે કોર્ટ તરફથી આદેશ મળ્યો છે કે એલ્વિશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા વિરુદ્ધ કલમ 156(3) હેઠળ FIR નોંધવામાં આવે. આ પછી આઈપીસી, પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.
રેકોર્ડની ચકાસણી કર્યા બાદ નોટિસ મોકલશે
એસએચઓએ કહ્યું કે સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું. હવે રેકોર્ડ મેળવવામાં આવશે અને જે મળે છે તેની ચકાસણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે રેકોર્ડ વેરિફિકેશન અને તપાસ બાદ જ તેમને (એલવીશ યાદવ અને ગાયક ફાઝિલપુરિયા)ને નોટિસ મોકલવામાં આવશે.
ફરિયાદીએ વિડિયો લિંક આપી
પોલીસ અધિકારીએ કહ્યું કે ફરિયાદી દ્વારા એક વીડિયો લિંક આપવામાં આવી છે. આ લિંકના આધારે અને ફરિયાદ પક્ષને સંયુક્ત રીતે બોલાવીને તેમની પાસેથી પુરાવા એકત્ર કરવામાં આવશે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
એલ્વિશ યાદવને કોર્ટથી મળ્યાં જામીન
બિગ બોસ OTT 2 ના વિજેતા અને પ્રખ્યાત YouTuber એલ્વિશ યાદવને રેવ પાર્ટીઓમાં સાપના ઝેરની તસ્કરીના મામલામાં મોટી રાહત મળી છે. NDPSની નીચલી કોર્ટમાં સાપના ઝેરની ખરીદી અને વેચાણના કેસમાં તેમની જામીનની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે એલ્વિશ યાદવને 50,000 રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપ્યા છે. એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠીએ કહ્યું કે, નોઈડા કોર્ટે યુટ્યુબર એલ્વિશ યાદવને જામીન આપી દીધા છે. યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠી કહે છે, "કોર્ટે તેમને (એલ્વિશ યાદવ)ને 50,000 રૂપિયાની બે જામીન પર જામીન આપ્યા છે. તેમના વકીલે કહ્યું કે જો અમારી કાર્યવાહી હવે પૂરી થઈ જશે,. ત્યારબાદ રીલીઝ ઓર્ડર આવશે.