Gyanvapi Survey: 'જ્ઞાનવાપીને મસ્જિદ કહેશો તો વિવાદ થશે..,' CM યોગી આદિત્યનાથનું મોટું નિવેદન, કહ્યું- ત્યાં ત્રિશુલ કેવી રીતે આવ્યું?
Gyanvapi Survey: સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે "આને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર દેવતાઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ નથી રાખી."
Yogi Aditynath On Gyanvapi Survey: જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવશે તો તેના પર વિવાદ થશે. તેમણે કહ્યું કે આ અંગે મુસ્લિમ પક્ષ દ્વારા ઐતિહાસિક ભૂલ થઈ છે, મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ.
સીએમ યોગી આદિત્યનાથે આ મામલે સણસણતો જવાબ આપતા કહ્યું કે "જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. જ્ઞાનવાપીની અંદર ભગવાનની મૂર્તિઓ છે, હિંદુઓએ આ મૂર્તિઓ રાખી નથી. એવો પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, મસ્જિદની અંદર ત્રિશુલ શું કરી રહ્યું છે. મને લાગે છે કે જેને ભગવાને દ્રષ્ટિ આપી છે તેણે તે જોવું જોઈએ. જ્ઞાનવાપીમાં જ્યોતિર્લિંગ છે, ભગવાનની મૂર્તિઓ છે. બધી દીવાલો શું કહે છે? સરકાર આના ઉકેલ માટે પ્રયાસ કરી રહી છે. અમે આનો ઉકેલ ઈચ્છીએ છીએ."
યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી પર કટાક્ષ કર્યો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે "જ્ઞાનવાપીને લઈને મુસ્લિમ સમુદાય દ્વારા ઐતિહાસિક ભૂલ કરવામાં આવી છે. મને લાગે છે કે આ પ્રસ્તાવ મુસ્લિમ સમુદાય તરફથી આવવો જોઈએ કે સાહેબ, આ ઐતિહાસિક ભૂલ થઈ છે અને અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ." આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનને 'INDIA' નામ આપવા પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તેને 'INDIA' ના કહેવા જોઈએ, તે ડોટ ડોટ ડોટ ગ્રુપ છે. કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથી.
EP-85 with Chief Minister of Uttar Pradesh Yogi Adityanath premieres today at 5 PM IST#YogiAdityanath #ANIPodcastwithSmitaPrakash #Podcast
— ANI (@ANI) July 31, 2023
Click the 'Notify me' button to get a notification, when the episode goes on air: https://t.co/HkTmnJcuXC pic.twitter.com/DnQd57EUSr
જ્ઞાનવાપી કેમ્પસના સર્વેનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. હિંદુ પક્ષ દ્વારા આ સર્વે કરાવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે મુસ્લિમ પક્ષ તરફથી આ સર્વે પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે. આ મામલે બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્ટ પણ આ અંગે પોતાનો નિર્ણય આપી શકે છે.