શોધખોળ કરો

H3N2 Virus: મહારાષ્ટ્રમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના 18 નવા કેસ નોંધાયા, અત્યાર સુધી ચારના મોત

શનિવારે (18 માર્ચ) મુંબઈમાં H3N2 ના 18 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે H1N1 વાયરસના કુલ 405 કેસ નોંધાયા છે.

H3N2 And H1N1 Virus Attack In Maharashtra: શનિવારે (18 માર્ચ) મુંબઈમાં H3N2 ના 18 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં શનિવારે H1N1 વાયરસના કુલ 405 કેસ નોંધાયા છે. ઈન્ફલ્યુએન્ઝાના 196 દર્દીઓ હાલમાં મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝાથી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે.

નોધનીય છે કે 1 માર્ચ 2023 ની વચ્ચે મહારાષ્ટ્રમાં H3N3 વાયરસના 119 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં વાયરલ ફેલાતા જોઈને સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે આરોગ્ય વિભાગની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી તાનાજી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીએમસીએ એ બુધવારે (15 માર્ચ) જણાવ્યું હતું કે ઈન્ફલ્યુએન્ઝાના 32 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ માત્ર 2 દિવસમાં 196 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. H1N1 વાયરસને સ્વાઈન ફ્લૂ તરીકે ઓળખવામાં આવે છે. H3N2 તેનું સબવેરિયન્ટ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે H3N2 વાયરસ અગાઉના વેરિયન્ટ્સ કરતાં વધુ ખતરનાક છે.

અત્યાર સુધીમાં 4ના મોત

મહારાષ્ટ્રમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. H3N2 વાયરસથી 73 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ, દર્દી હૃદય રોગથી પીડિત હતો. આ પહેલા અહમદનગરના એક મેડિકલ સ્ટુડન્ટનું આ વાયરસથી મોત થયું હતું.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી તાનાજી સાવંતે જણાવ્યું કે રાજ્યની હોસ્પિટલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. વાયરસથી પ્રભાવિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  

Coronavirus: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા, આ જિલ્લામાં નોંધાયા સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 179 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 84 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 21 તો રાજકોટ જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા હતા.

સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા હતા. તે સિવાય અમરેલીમાં 9, સાબરકાંઠામાં 8, સુરેન્દ્રનગરમાં 3, ભાવનગર શહેર અને ગ્રામ્યમાં 2-2, આણંદમાં બે, પોરબંદરમાં બે, ભરૂચમાં એક, ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાં નવા બે-બે કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 655 પર પહોંચ્યો હતો. રાજ્યમાં કોરોનાના ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget