Hapur Boiler Blast: હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટ્યું, 9 લોકોના મોત, PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
Hapur Boiler Explosion: હાપુડમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી કેટલાય કામદારો દાઝી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
Hapur Boiler Explosion: ઉત્તરપ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં મોટો અકસ્માત થયો છે. અહીં હાપુડ બોઈલર બ્લાસ્ટથી અનેક કામદારો દાઝી ગયા છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. હાપુડના ધૌલાના પોલીસ સ્ટેશનના UPSIDCની આ ઘટના છે. પોલીસ અને ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે.
9 મજૂરોના મૃતદેહ મળી આવ્યા
કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા મજૂરોના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા છે. ફેક્ટરીમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. નજીકના લોકોનું કહેવું છે કે આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો.
19 લોકો ગંભીર રીતે ઘાયલ
આઈજી પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે એક ઔદ્યોગિક એકમમાં એક સાધનોની ફેક્ટરી છે, જે ઈલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા માટે અધિકૃત હતી. ફોરેન્સિક અને અન્ય ટીમો તપાસ કરી રહી છે. અકસ્માતમાં દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાપુર ડીએમ મેધા રૂપમે જણાવ્યું કે આ ઈલેક્ટ્રોનિક સામાન બનાવવાની ફેક્ટરી હતી. પરંતુ અંદર શું ચાલી રહ્યું હતું તે તપાસનો વિષય છે. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
उत्तर प्रदेश के हापुड़ की केमिकल फैक्ट्री में हुआ हादसा हृदयविदारक है। इसमें जिन लोगों को जान गंवानी पड़ी है, उनके परिजनों के प्रति मैं अपनी संवेदनाएं व्यक्त करता हूं। घायलों के इलाज और दूसरी हर संभव सहायता में राज्य सरकार तत्परता से जुटी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2022
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
સાથે જ પીએમ મોદીએ પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. PMOના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી PM એ લખ્યું કે ઉત્તરપ્રદેશના હાપુડની કેમિકલ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. આમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર ઘાયલોની સારવાર અને શક્ય તમામ સહાય કરવામાં સક્રિયપણે વ્યસ્ત છે.