શોધખોળ કરો
Advertisement
દિવાળી સુધી 55થી 60 ટકા ડોમેસ્ટિક ફ્લાઈટ શરું થવાની શક્યતા: નાગરિક ઉડ્ડયન મંત્રી
હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, “અમે માનીને ચાલી રહ્યા છીએ કે, આ વર્ષે દિવાળી સુધી ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું 55-60 ટકા સંચાલન થવા લાગશે
નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીના કારણે બંધ આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા ફરી શરૂ કરવાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું કે, દિવાળી સુધી 55 થી 60 ટકા ઘરેલુ ઉડાનોનું સચાંલન શરુ થઈ જશે.
હરદિપ સિંહ પુરીએ કહ્યું કે, “અમે માનીને ચાલી રહ્યા છીએ કે, આ વર્ષે દિવાળી સુધી ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઇટનું 55-60 ટકા સંચાલન થવા લાગશે. પુરીને કહ્યું કે, અમેરિકાની એરલાઈન્સનો 17 થી 31 જુલાઈ વચ્ચે 18 ઉડાનો ભારતમાં આવશે. જર્મનીની એરલાઈનોએ પણ અમારી પાસે ભારત માટે ઉડાનો સંચાલિત કરવાની અનુમતિ માંગી છે અને તેના પર કામ કામ થઈ રહ્યું છે.
મંત્રી હરદીપ સિંહ પુરીએ વધુમાં કહ્યું કે, એર ફ્રાન્સ એરલાઈન્સ 18 જુલાથી 1 ઓગસ્ટ સુધી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને પેરિસ વચ્ચે 28 ઉડાનોનું સંચાલન કરશે.
વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી બે લાખ 80 હજાર ભારતીયોને વિદેશમાંથી પરત લાવવામાં આવ્યા છે. દુબઈ અને યૂએઈથી મોટી સંખ્યામાં ભારતીયોને સ્વદેશ લાવવામાં આવ્યા છે. જ્યારે અમેરિકાથી 30 હજાર ભારતીયને આ મિશન હેઠળ પરત લાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion